Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd January 2019

સુરતના ઉત્કલનગર પાસેના રેલવે ફ્લાયઓવર બ્રિજમાં માત્ર 15 મહિનામાં ખાડાઓ અને સળિયા દેખાવા લાગ્યા !

કોંગી કોર્પોરેટરોએ ફોટા સાથે કમિશ્નરને પત્ર લખીને વિજિલન્સ તપાસ કરવા માંગ કરી

સુરતના વરાછા અને એકે રોડ પર રહેતા સૌરાષ્ટ્રવાસીઓને ટ્રાફિકજામની સમસ્યાથી છુટકારો અપાવવા સુરત મહાનગર પાલિકાએ ઉત્કલનગર પાસે રેલવે ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવ્યો હતો.

  2017માં તેનું ઉદ્ઘાટન તત્કાલિન મંત્રી નાનુભાઈ વાનાણી પાસે કરાવ્યું હતું. જોકે માત્ર 15 માસમાં જ ખાડાઓ અને સળિયાઓએ બ્રિજમાંથી ડોકિયું કરવા માંડ્યું છે.આ બ્રિજ આટલા ઓછા સમયમાં ખખડી જતા કોંગ્રેસના નગર સેવક દિનેશ સાવલિયા, ચારુલ કસવાળા અને સુરેશ સુહાગિયાએ મહાનગર પાલિકાના કમિશનર એમ. થૈન્નારસનને ફોટા સહ પત્ર લખી વિજિલન્સ તપાસની માંગણી કરી છે.

   અધિકારીઓની કોન્ટ્રાક્ટરો સાથેની મિલીભગત સામે પણ પગલા લેવા રજૂઆત કરી છે. નગર સેવકોની રજૂઆત બાદ ખાડા પર ડામર નાંખી દેવાયો છે

(8:58 pm IST)