Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

ગુજરાતના બજેટસત્ર પહેલા જ મંત્રીમંડળના વિસ્તરણની શકયતા :સાત મંત્રીઓના સમાવેશની ચર્ચા ;બોર્ડ -કોર્પોરેશનમાં વરણીનો મુદ્દો હાથ ધરાશે

ગાંધીનગરઃ બજેટસત્ર પહેલાં મંત્રી મંડળમાં વિસ્તરણના શકયતા રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહી છે રાજકીય વર્તુળોમાં ચર્ચાતી વિગત મુજબ મંત્રીમંડળમાં સાત મંત્રીઓના સમાવેશ થવાની ચર્ચા જાગી છે અને કેટલાક નારાજ નેતાઓના સમાવેશની શકયતા નકારી શકાય નહીં નારાજગીને ખાળવા તેમનો સમાવેશ થઈ શકે છે. બજેટસત્ર પહેલા વિધાનસભા અધ્યક્ષની વરણી અને બોર્ડ અને કોર્પોરેશનમાં બાકી રાજકીય વરણીનો મુદ્દે ચર્ચા હાથ ધરાઈ શકે છે.

(11:48 pm IST)