Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

અમદાવાદમાં પોલીસ સામે દલિતને આપમાનીત કર્યાની ફરિયાદઃ બુટ જીભથી સાફ કરાવ્‍યાનો આક્ષેપ

અમદાવાદ તા.૨: અમરાઇવાડી વિસ્‍તારમાં પાંચેક દિવસ પહેલાં પોલીસ પર હુમલો કરવા અંગેની ફરિયાદમાં ધરપકડ કરાયેલા યુવકને તમામ પોલીસ કર્મચારીઓના બૂટ જીભથી સાફ કરાવ્‍યા હોવાના આક્ષેપ સાથે દલિત સમાજનું ટોળું પોલીસ કર્મચારી વિરૂદ્ધમાં ફરિયાદ કરવા માટે અમરાઇવાડી પોલીસ સ્‍ટેશનમાં ઘસી આવતાં હંગામો મચી ગયો હતો. અમરાઇવાડી પોલીસે પોલીસ કર્મચારી વિરૂદ્ધમાં માર મારવાનો તેમજ એટ્રોસિટી એકટ હેઠળ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

અમરાઇવાડી વિસ્‍તારના સાંઇબાબાનગરમાં પાંચેક દિવસ પહેલાં આરોપીને પકડવા માટે ગયેલા પોલીસ કોન્‍સ્‍ટેબલ વિનોદભાઇ બાબુભાઇ પર હર્ષદ ખુશાલભાઇ જાદવ નામના સ્‍થાનિક રહીશે લાફા માર્યા હોવાની ફરિયાદ અમરાઇવાડી પોલીસ સ્‍ટેશનમાં દાખલ થઇ હતી.

આ ફરિયાદમાં હર્ષદભાઇની ધરપકડ કરી હતી અને ત્‍યારબાદ તેને જામીન પર છોડી મુક્‍યો હતો.

હર્ષદભાઇ દલિત સમાજનું ટોળું લઇને અમાઇવાડી પોલીસ સ્‍ટેશનમાં વિનોદભાઇ વિરૂદ્ધમાં ફરિયાદ દાખલ કરાવવા માટે દોડી ગયા હતા. દલિત સમાજનું ટોળું જોઇને મોડી રાતે પોલીસ ઇન્‍સ્‍પેકટરે હર્ષદભાઇ ફરિયાદ લઇને હેડ કોન્‍સટેબલ વિનોદભાઇ વિરૂદ્ધમાં એટ્રોસિટી અને મારામારીની ફરિયાદ કરી છે. હર્ષદભાઇએ ફરિયાદમાં આક્ષેપ કર્યા છે કે ઓફિસમાં બોલાવીને મોટા સાહેબે મને પૂછ્‍યું હતું કે તું કઇ જાતનો છે.

...તો એક પોલીસ વાળાએ કહેલ કે દલિત છે. તરત જ સાહેબે એની માફી માગવા પગમાં પડવાનું કહ્યું. પગમાં પડીને માફી માગી તો એમ નહીં તારી જીભથી વિનોદભાઇ સાથે ઊભેલા બધા જ પોલીસવાળાના બૂટ જીભથી સાફ કર. તમામ પોલીસ વાળાના બૂટ જીભથી સાફ કરાવડાતાં ગઇ કાલે મોડી રાતે વિનોદભાઇ વિરૂદ્ધમાં ફરિયાદ દાખલ કરી છે.

(9:21 pm IST)