Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

અમદાવાદમાં કિડની ટ્રાન્સપ્લાન્ટના નામે રૂ. ૩૩ લાખની છેતરપીંડી

અમદાવાદ :  અમદાવાદના સોલામાં કિડની ટ્રાન્સપ્લાન્ટના નામે છેતરપિંડીનો બનાવો બન્યો છે. કીડની ટ્રાન્સપ્લાન્ટના નામે રૂ. ૩૩ લાખની છેતરપિંડી કરવાનો ડોકટર પર આરોપ લગાવવામાં આવ્યો છે.

ડો. સુરેશ પ્રજાપતિ સામે કીડની ટ્રાન્સપ્લાન્ટના નામે પરમજીત કૌર નામની મહિલા પાસેથી ૩૩ લાખ પડાવવામાં આવયા હોવાની ફરીયાદ તેમની વિરૂદ્ધ નોંધાઇ છે.

આ મામલે પોલીસે ડોકટર વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

(3:40 pm IST)