Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

'લવ જેહાદ' અંગે સમગ્ર જૈન સમાજ ચિંતિત

છેલ્લા એક પખવાડિયામાં ગુજરાતમાં જૈન છોકરીઓને ફોસલાવવાના ૧૦ જેટલા બનાવ બન્યાઃ પ્રવર સમિતિની બેઠક સંપન્નઃ ૧૮ સમુદાયના ૨૧ પ્રતિનિધિઓ સહિત જૈન શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા

અમદાવાદ તા. ૨ : છેલ્લા એક પખવાડિયામાં જૈન છોકરીઓને ફોસલાવવાનાં ૧૦ જેટલા બનાવ બન્યા હતા. જેને કારણે સમગ્ર જૈન સમાજ ચિંતિતિ બન્યો છે અને તેનો પડઘો અમદાવાદમાં જૈનાચાર્ય ભગવંતોની નિશ્રામાં મળેલી બેઠકમાં પડ્યો હતો. ધર્મરક્ષા, શાસન સેવાના અનેકવિધ કાર્યો માટે યોજાયેલી આ બેઠકમાં 'લવ જેહાદ' નો મુદ્દો અત્યંત ગંભીર બની રહ્યો હતો.

 

ઉલ્લેખનીય છે કે તપાગચ્છાધિપતિ આચાર્ય મનોહરકીર્તિસૂરીશ્વરજી મ.સા., આચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજી મ.સા., ગચ્છાધિપતિ આચાર્ય જયઘોષસૂરીશ્વરજી મ.સા. અને પ્રવર સમિતિના કન્વીનર ગચ્છાધિપતિ આચાર્ય અભયદેવસૂરીશ્વરજી મ.સા. આદિ ૧૧ આચાર્ય ભગવંતો સહિત ૫૦થી વધુ સાધુ ભગવંતો તથા ૧૮ સમુદાયના ૨૧ શ્રાવકોની નિશ્રામાં આ પ્રવર સમિતિની બેઠક સોમવારે પંકજ જૈન સંઘ, ભઠ્ઠા-પાલડી ખાતે યોજાઈ હતી.

સુરતમાં ગયા અઠવાડિયામાં ત્રણ ત્રણ એવા બનાવ બન્યા હતા કે જૈન છોકરીઓ-યુવતીઓને વિધર્મી યુવાનો દ્વારા ફોસલાવવાની પ્રવૃત્ત્િ। ટ્યૂશન કલાસ દ્વારા થતી હતી. સાથે જ આ ઘટના બાદ જૈન અગ્રણીઓ અને જે-તે સમાજના રાજકીય અગ્રણીઓ પણ ભેગા થયા હતા. સાથે જ અનેક ગૂઢ બાબતો પણ સામે આવી હતી. ત્યારબાદ માત્ર સુરત જ નહીં, પરંતુ રાજયનાં વઢવાણ, કડી, અમદાવાદ વગેરે શહેરોમાં તથા મહારાષ્ટ્રના મુંબઈ ખાતેથી પણ આ પ્રકારની ગંભીર બાબતો પ્રકાશમાં આવી હતી. જેને કારણે જૈન શ્રેષ્ઠીઓએ આ પ્રકારની વિગતો આજે યોજાયેલી પ્રવર સમિતિની બેઠકમાં રજૂ કરવામાં આવી હતી. જેને પગલે આ મુદ્દો પ્રકાશમાં આવ્યો હતો. આ મુદ્દે જૈન ભગવંતોએ પણ પોતાની રીતે માર્ગદર્શન આપ્યું હતું. ભવિષ્યમાં આ જ મુદ્દે હિન્દુ ધર્મના સાધુ-સંતો, મહંતો અને હિન્દુ સંગઠનો સાથે મળીને ગંભીર રીતે ચર્ચા-વિચારણા પણ કરવામાં આવનાર છે.

આ બેઠકમાં શ્નલવ જેહાદલૃના મુદ્દે જે મહત્ત્વના ઉપાયો રજૂ કરવામાં આવ્યા હતા. તેમાં પ્રથમ છે, સાધ્વીજી ભગવંતો દ્વારા માતા-પિતાને જાગૃત કરવામાં આવે અને બીજા તબક્કામાં કન્યા જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવે. સાથે જ યુવાનોને પણ સમાજની બહેનો-દીકરીઓની રક્ષા માટે સજ્જ કરવામાં આવે. આ માટે એક કોમન ટેલિફોન નંબર અથવા હેલ્પલાઈન પણ શરૂ કરવામાં આવે તે માટેનાં પણ સૂચન થયા છે, જેને પણ ગંભીરતાથી લેવામાં આવ્યા છે. ખાસ કરીને ગુરુ ભગવંતો દ્વારા પણ સમયસર ગુરુ ભગવંતો દ્વારા યુવાવર્ગની જાગૃતિ માટેની નિયમિત શિબિર થાય તો યુવાધન બચી શકે છે. આ ઉપરાંત, તીર્થરક્ષા, ધર્મરક્ષા વગેરે વિષયો ઉપર ચર્ચા કરવામાં આવી હતી.

સાધુ-સાધ્વીજીના આરોગ્ય માટે ૧૪૦૦ હોસ્પિટલ સાથે ટાઈઅપ

અગાઉ યોજાયેલી પ્રવર સમિતિની બેઠકમાં અનેક મુદ્દાઓ વિશે ચર્ચા થઈ હતી. જેમાં જે વયોવૃદ્ઘ થયેલા શ્રમણ ભગવંતોના આરોગ્ય અંગે પણ શ્રાવકો દ્વારા ચિંતા વ્યકત થઈ હતી અને તેના નિરાકરણરૂપ એક મહત્ત્વની ઘોષણા પણ કરવામાં આવી છે. જે અંતર્ગત જીતો દ્વારા 'શ્રમણ આરોગ્યમ્'નામની એક સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. જે અંતર્ગત એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે સાધુ-સાધ્વીજીઓના આરોગ્ય માટે એક રૂપિયાથી લઈને લાખો રૂપિયાનો ખર્ચ જીતોના 'શ્રમણ આરોગ્યમ્' પ્રકલ્પ દ્વારા વહન કરવામાં આવશે. જેને માટે માત્ર ગુજરાત જ નહીં, દેશભરની ૧૪૦૦ હોસ્પિટલ સાથે ટાઈ-અપ કરવામાં આવ્યું છે. ખાસ કરીને મોટી સંખ્યામાં યુવાનો દ્વારા પણ સાધુ-સાધ્વીજીઓના વિહાર દરમિયાન જે સંરક્ષણ અને સેવા પુરી પાડવામાં આવે છે, તેને પગલે મોટા અકસ્માતો પણ ટાળી શકવાની સ્થિતિએ પહોંચી શકાયું છે.

(10:25 am IST)