Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2023

રાજ્યમાં રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઈકોર્ટે લાલ આંખ કરી આપેલા આદેશનું પાલન કરવા સ્થાનિક તંત્ર ધંધે વળગ્યું

પશુ માટે નવી પોલીસી હેઠળ 2460 પશુને અમદાવાદ બહાર હાંકી કાઢવામાં આવ્યા: લાયસન્સ માટે અમદાવાદ મહાનગરપાલિકાને 1070 અરજી મળી

અમદાવાદ : રાજ્યમાં રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઈકોર્ટે લાલ આંખ કરીને આપેલા આદેશનું પાલન કરવા સ્થાનિક તંત્ર ધંધે વળગ્યું છે. મહાનગરપાલિકા, નગરપાલિકાના તંત્ર દ્વારા લેવાઈ રહેલા આકરા પગલાની સામે જેની સામે પશુપાલકો પણ વિરોધ નોંધાવી રહ્યાં છે.  પશુ માટે નવી પોલીસી હેઠળ 2460 પશુને અમદાવાદ શહેર બહાર હાંકી કાઢવામાં આવ્યા છે. લાયસન્સ માટે અમદાવાદ મહાનગરપાલિકાને 1070 અરજી મળી હતી. જે પૈકી 123 અરજદારોને લાયસન્સ આપવામાં આવ્યા છે. જ્યારે 309 અરજી ફગાવી દેવાઈ છે.

ગુજરાતમાં 1લી ડિસેમ્બરથી લાગુ કરાયેલ પશુ માટેની નવી પોલીસી હેઠળ, અમદાવાદ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા ઢોરને પકડવા માટેની કામગીરી શરૂ કરી દેવાઈ છે. આજે 1 ડિસેમ્બરના રોજ, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઓઢવ વિસ્તારમાંથી રખડતા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

(7:02 pm IST)