Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2023

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત ડેલીગેશન સાથે જાપાનનો પ્રવાસ પૂર્ણ કરી સિંગાપોર પહોંચ્યા

મુખ્યમંત્રીએ સિંગાપોર પ્રવાસનો પ્રારંભ સિંગાપોરના ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર યુત ગેન કિમ યોંગ સાથેની મુલાકાત બેઠકથી કર્યો

અમદાવાદ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલ ગુજરાત ડેલીગેશન સાથે જાપાનનો પ્રવાસ પૂર્ણ કરી શુક્રવારે સિંગાપોર પહોંચ્યા છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના પ્રમોશન અને સમિટમાં સિંગાપોરની સહભાગીતા પ્રેરિત કરવા આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલે સિંગાપોર પ્રવાસનો પ્રારંભ સિંગાપોરના ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર યુત ગેન કિમ યોંગ સાથેની મુલાકાત બેઠકથી કર્યો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ  પટેલે ત્યારબાદ સિંગાપોરના મોનેટરી ઓથોરિટીના ચીફ ટેકનોલોજી ઓફિસર સોપનેન્દુ મોહંતી તેમજ સિંગાપોર બિઝનેસ ફેડરેશનના સીઈઓ યુત પ્રસુન મુખર્જી અને ડેલીગેશન સાથે બેઠક યોજી હતી

 

   
 
(6:54 pm IST)