Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

બસ ડેપો પર ભીડનો લાભ લઈ મુસાફરોના પર્સની ચોરી કરતી મહિલાઓને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી

 બંન્ને પાસેથી શંકાસ્પદ દાગીના સોનાનું ડોકિયું,બુટ્ટીની જોડ,મંગળસુત્ર, ચાંદીના પાયલની જોડ મશળી આવી

વડોદરા :  ભીડનો લાભ લઈને વડોદરા સેન્ટ્રલ એસ.ડી.ડેપોમાં બે મહિલાઓએ સોના-ચાંદીના દાગીના રાખેલ પર્સની ચોરી કરનાર બે મહિલા આરોપીઓને વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામાં આવી છે.

પોલીસ ફરિયાદ અનુસાર, વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમ મિલ્કત સંબંધિ ગુના કરવાવાળા ઈસમોની શોધમાં શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે સમયે તેમને બાતમી મળી હતી કે, દાહોદ તરફ રહેતી બે મહિલાઓ વડોદરા શહેરના બસ સ્ટેન્ડો પર બસમાં ચડતા સમયે મુસાફરોની ભીડનો લાભ લઈ પર્સ પાકીટોની ચોરી કરવાની પ્રવૃત્તિ કરે છે. અને આ બંન્ને મહિલાઓએ હાલમાં મુસાફરોની ભીડનો લાભ લઈ વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેન્ડ ખાતેથી દાગીનાઓ સાથેના પર્સની ચોરી કરેલ છે. તેમજ આ બંન્ને મહિલાઓએ મહેસાણાનગર ગરબા ગ્રાઉન્ડના ફુટપાથ પર હાજર છે તેવી માહિતી મળી હતી.

મહિલાઓ અંગે માહિતી મળતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે મહિલા પોલીસને સાથે રાખી મહેસાણાનગર ગરબા ગ્રાઉન્ડના ફુટપાથ ખાતે તપાસ કરતાં બે શંકાસ્પદ મહિલા નં(1).બિંદિયાબેન(W/O વિશાલ તેરસિંગ નિનામા ઉ.વ.21 રહે.ગામ ઈટાવ,તા.જી.દાહોદ)નં.(2) ગીતાબેન(W/O આકાશ રમણ ડામોરની પત્ની ઉ.વ.25,રહે.ગામ વેજલપુર,તા.કાલોલ,જી.પંચમહાલ)બંન્ને હા રહે,મહેસાણાનગર ફૂટપાથ ઉપર મળી આવી હતી.

મહિલા પોલીસ દ્વારા આ બંન્ન મહિલાઓની તપાસ કરવામાં આવી હતી. તપાસ કરાવતા બંન્ને પાસેથી શંકાસ્પદ દાગીના સોનાનું ડોકિયું,બુટ્ટીની જોડ,મંગળસુત્ર, ચાંદીના પાયલની જોડ મશળી આવી હતી. જેની કુલ કિંમત રૂ.1,01,485/ - હતી. જેથી પોલીસ દ્વારા આ મહિલાઓ પાસે દાગીનાના આધાર પુરાવા વિશે પૂછપરછ કરતા સંતોષકારક જવાબ મળ્યો નહોતો.

(10:54 pm IST)