Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના શહેરી વિકાસને ગતિ આપવા એક જ દિવસમાં આઠ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી

અમદાવાદની પાંચ ડ્રાફટ ટી.પી. સ્કીમ, ભાવનગર-રાજકોટ પ્રત્યેકની એક ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ અને પાટણની એક પ્રિલિમિનરી સ્કીમને મંજૂરી આપતા મુખ્યમંત્રી: સાત ડ્રાફ્ટ ટી.પી સ્કીમથી ૭૨.૩૪ હેકટર અને એક પ્રિલિમિનરી સ્કીમથી ૧૩.૯૭ હેક્ટર મળી કુલ ૮૬.૩૧ હેકટર જમીન શહેરી વિકાસ કામો માટે સંપ્રાપ્ત થશે: ડ્રાફ્ટ સ્કીમોની મંજૂરીથી શહેરી વિસ્તારોમાં આંતરમાળખાકીય સવલતો ઉભી થશે

અમદાવાદ :મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના શહેરી વિકાસને ગતિ આપવા ચાર શહેરોની કુલ આઠ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે.

મુખ્યમંત્રીએ મંજૂર કરેલી સાત ડ્રાફટ સ્કીમોમાં અમદાવાદના નરોડામાં ટી.પી. સ્કીમ નં. ૧ર૪-એ,બી,સી,ડી, અને સાંતેજમાં ટી.પી. સ્કીમ નં. ૧૫૩, રાજકોટની વાવડીમાં ટી.પી. સ્કીમ નં. રપ તેમજ ભાવનગરના સીદસરમાં ટી.પી. સ્કીમ નં. ર૮ નો સમાવેશ થાય છે.
અમદાવાદ, રાજકોટ અને ભાવનગરની આ ૦૭ ડ્રાફટ ટી.પી. સ્કીમો મંજૂર થવાથી કુલ ૭ર.૩૪ હેકટર્સ જમીન સંપ્રાપ્ત થશે.
આ ઉપરાંત પાટણ વિસ્તારની ૦૧ પ્રિલીમીનરી સ્કીમને પણ મંજુરી આપવામાં આવી છે. જેનાથી કુલ ૧૩.૯૭ હેકટર્સ જમીન સંપ્રાપ્ત થશે.
આમ, રાજ્યના કુલ ૪ શહેરોની ૮ ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર થવાથી સમગ્રતયા ૮૬.૩૧ હેકટર્સ જમીન સંપ્રાપ્ત થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ ૮ ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર થતા સંપ્રાપ્ત જમીન પર સંબંધિત સત્તામંડળ જાહેર સુવિધા અને વિકાસ કામો કરી શકશે.
આ ચાર શહેરોમાં સંપ્રાપ્ત જમીન પર સામાજીક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના રહેઠાંણ, ખૂલ્લી જગ્યા, બાગ-બગીચાનું નિર્માણ થઇ શકશે તેમજ આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોંચી વળવા વેચાણ માટેની જમીન પણ ઉપલબ્ધ બનશે.
ચાર શહેરોની કુલ ૮ ટાઉન પ્લાનીંગ સ્કીમો મંજૂર થતા રાજ્યના નગરોના સુગ્રથિત અને સુઆયોજીત ઝડપી વિકાસની નેમ સાકાર થશે.

(7:53 pm IST)