Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

વિરમગામ તાલુકા ભાજપ દ્વારા મંડલ શક્તિ કેન્દ્રના પ્રભારી અને ઇન્ચાર્જની નિમણૂક કરાઈ

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ હર્ષદગીરી ગોસાઈ ની સૂચના અને માર્ગદર્શન મુજબ ઝોન પ્રભારી મહામંત્રી  મયુરભાઈ ડાભી અને પ્રભારી પ્રભુભાઈ કો પટેલ સાથે ચર્ચા કરી વિરમગામ તાલુકાના પ્રમુખ કિરીટસિંહ ગોહિલ દ્વારા મંડલના શક્તિ કેન્દ્રના પ્રભારી અને ઇન્ચાર્જની નિમણુંક કરવામાં આવી છે. નવનિયુક્ત મંડલ શક્તિ કેન્દ્રના પ્રભારી અને ઇન્ચાર્જ ને વિરમગામ તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હોદ્દેદારો દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

(6:49 pm IST)