Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

વડોદરાના માંજલપુર વિસ્તારમાં પોલીસે 2.40 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડયો

વડોદરા: માંજલપુર  પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગઇકાલે  વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો.તે દરમિયાન કલાલિ બ્રિજ પાસે આવતા માહિતી મળી હતી કે,ખિસકોલી સર્કલ પાસે જય સંતોષી વુડાના મકાનમાં રહેતી અનિતા કાળીદાસ પરમાર ઘરમાં વિદેશી દારૃનો જથ્થો લાવી છે.અને છૂટકમાં વેચાણ કરે છે.જેથી,પોલીસે ઉપરોક્ત સ્થળે દરોડો પાડયો હતો.પોલીસે તેના ઘરમાં તપાસ કરતા વિદેશી દારૃ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે અનિતાની  પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે,નજીકમાં રહેતા તેના બનેવીના ઘરમાં પણ દારૃ અને બિયરનો જથ્થો સંતાડી રાખ્યો છે.જેથી,પોલીસની ટીમે ઉપરોક્ત સ્થળે પણ તપાસ કરતા રમેશ ચીમનલાલ પરમાર હાજર મળી આવ્યો હતો.તેના ઘરમાંથી પણ દારૃ મળી આવ્યો હતો. પોલીસે દારૃની ૮૭૩ બોટલ કિંમત  રૃપિયા ૨.૨૬ લાખ તથા બિયરના ૧૪૧ ટીન કિંમત  રૃપિયા ૧૪,૧૦૦ ના મળી આવ્યા હતા.પોલીસે ૨.૩૦ લાખનો મુદ્દામાલ  કબજે કર્યો છે.અનિતાએ પોલીસને જણાવ્યું હતું કે,આ દારૃનો જથ્થો કલાલીના રાવજી રતનસિંહ રાજપૂત પાસેથી લાવી હોવાનું કબૂલ્યું હતું.જેથી,પોલીસે  રાવજીને વોન્ટેડ જાહેર કર્યો છે. 

જ્યારે અન્ય એક બનાવમાં માંજલપુર પોલીસે મળેલી માહિતીના આધારે વડસર ગામ શિવદાસ સોસાયટીમાં રહેતા મનોજ ઉર્ફે મનિષ ભૂતપસિંહ સોલંકીના ઘરના કંપાઉન્ડમાંથી વિદેશી દારૃની ૬૦ બોટલ તથા બિયરના ૯૬ ટીન કબજે લીધા હતા.પોલીસની પૂછપરછમાં મનોજ સોલંકીએ જણાવ્યું હતું કે,મારા મિત્ર અર્જુન મારવાડીએ લગ્નની સિઝનમાં વેચાણ કરવા માટે દારૃ મંગાવ્યો હતો.પોલીસે બંને સામે  ગુનો દાખલ કરી  કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:49 pm IST)