Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

વડોદરાના માંજલપુર વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ ટીમે દરોડા પાડી વિદેશી દારૂનું ગોડાઉન ઝડપી પાડયું

વડોદરા: શહેરનામાંજલપુર વિસ્તારમાંથી  સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વિદેશી દારૃનું ગોડાઉન ઝડપી  પાડયું છે.પોલીસે દુકાનના માલિક અને કબજેદારની તપાસ હાથ ધરી છે.સ્ટેટ મોનિટરિંગ સેલે ૨૬.૧૫ લાખનો દારૃ કબજે કરી કાયદેસરની કાર્યવાહી  હાથ ધરી છે.

શહેર જિલ્લામાં દારૃની વધતી જતી બદીને રોકવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલ  દ્વારા અવાર નવાર દરોડા પાડવામાં આવે છે.ગઇકાલે સ્ટેટ મોનિટરિંગ સેલને માહિતી મળી હતી કે,અટલાદરા બિલ કેનાલ રોડ,વી.એમ.પી.પ્લાઝામાં આવેલા શોપિંગ સેન્ટરમાં ગ્રાઉન્ડ ફ્લોરની દુકાન - નંબર-૩ માં ઘેવર મારવાડી (બિશ્નોઇ) (રહે.કરડા, રાજસ્થાન) એ દારૃનો જથ્થો ઉતાર્યો છે.તેની બહાર પાર્ક કરેલા ટેમ્પામાં પણ દારૃનો જથ્થો છે.જેથી,સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઉપરોક્ત સ્થળે  રેડ પાડીને વિદેશી દારૃની ૮,૮૪૧ બોટલ કિંમત રૃપિયા ૨૬.૧૫ લાખની કબજે લીધી હતી.પોલીસે સ્થળ  પરથી ત્રણ વાહનચાલકોને ઝડપી લીધા હતા.તેમજ છોટા હાથી ટેમ્પોમાં ભરનાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાની તપાસ મકરપુરા  પી.આઇ.ને સોંપવામાં આવી છે.

 

(5:49 pm IST)