Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

યુનિવર્સિટી - કોલેજોના અધ્યાપક સહિતની ખાલી જગ્યા UGCના નિયમ મુજબ ભરવા તાકીદ

કઇ અને કેટલી જગ્યા ભરાઇ તેની વિગત ૩૧ ડિસેમ્બર સુધીમાં રજુ કરવા સુચના

અમદાવાદ તા. ૧ : ગુજરાત સહિત સમગ્ર દેશની યુનિવર્સિટીઓ અને તેની સાથે સંલગ્ન જોડાયેલી કોલેજોને અધ્યાપકો સહિતની ખાલી જગ્યા ભરવા યુજીસીને તાકીદ કરી છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC) દ્વારા દેશની તમામ યુનિવર્સિટીઓ અને તેની સાથે જોડાયેલી કોલેજોને તાકીદ કરીને જણાવ્યું છે કે, ૩૧ ડિસેમ્બર સુધીમાં ખાલી પડેલી અધ્યાપક સહિતની જગ્યાઓ ભરી દેવી અને જગ્યાઓ ભરાઇ નહી હોય તો તેના કારણો સાથેનો અહેવાલ યુજીસીને મોકલવાની સુચના આપી છે.

અનેક યુનિવર્સિટીઓ અને કોલેજોમાં હાલમાં અધ્યાપકો સહિતની જગ્યાઓ ખાલી પડી છે. અન્ય કેટલીક યુનિવર્સિટીઓમાં નિયમોનો ભંગ કરી જગ્યાઓ ભરવામાં આવતી હોય છે. નવી શિક્ષણનીતિ લાગુ કરવાની તૈયારી કરાઇ રહી છે ત્યારે યુનિવર્સિટીઓ અને કોલેજમાં ખાલી જગ્યા પડકારરૂપ બની છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC) દ્વારા તાજેતરમાં યુનિવર્સિટીઓને મોકલાવેલ પરિપત્રમાં તાકીદ કરી છે કે હવે પછી જે જગ્યાઓ ખાલી પડી છે તે યુજીસીના નિયમ પ્રમાણે જ ભરવાની રહે છે. ભૂતકાળમાં અનેક યુનિવર્સિટીઓએ નિયમોનો ભંગ કરીને પોતાની અનુ કૂળતા પ્રમાણે અધ્યાપકો કે અન્ય જગ્યાઓ ભરી દીધી હતી. બાદમાં આ જગ્યાઓને મંજૂરી ન આપવાના કારણે અનેક સમસ્યાઓ ઉભી થતી હોય છે.

(2:50 pm IST)