Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

વલસાડ, નવસારી, ડાંગ અને સુરત પંથકમાં ઘેરાયેલા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ

દક્ષિણ ગુજરાતમાં ફરી માવઠું: પાકને નુકસાનની ભીતિને પગલે જગતનો તાત ફરી ચિંતાતુર

જીતેન્દ્ર રૂપારેલીયા,વાપી, તા.૧: સંઘપ્રદેશના દમણ અને સેલવાસમાં સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત પંથકમાં અચાનક વાતાવરણમાં પલ્ટો આવેલ છે ઘેરાયેલા વાતાવરણ સાથે મેઘરાજાની પધરામણીને પગલે શાકભાજી તેમજ ડાંગર સહિતના કેટલાક પાકોને નુકસાન થવાની ભીતિ ને પગલે જગતનો તાત ફરી ચિંતામાં મુકાયો છે. હવામાન ખાતાની આગાહી અનુસાર આજે તેમજ આવતીકાલે દક્ષિણ ગુજરાત સહિતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યકત કરાઇ હતી અને એ આગાહી અનુસાર જ ગઈકાલ સાંજથી આ પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવેલ છે ઠંડા પવન સાથે કાળા ડિબાંગ વાદળો ધસી આવેલ છે સૂર્યદેવતા જાણે વિરામ ઉપર ઉપર જણાય છે

 આજે વહેલી સવારથી જ વલસાડ તાપી ડાંગ નર્મદા સુરત જિલ્લા તેમજ શહેરના વિસ્તારોમાં કયાંક ઝરમર તો ક્યાંક હળવો વરસાદ પડી રહ્યો છે આ કમોસમી વરસાદને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા જ છે સાથે સાથે હાલમાં ચાલી રહેલ લગ્ન લગ્નની સિઝનને પગલે વર તેમજ કન્યા પક્ષના લોકો પણ દોડતા થયા છે આ લખાઈ રહ્યું છે ત્યારે એટલે કે સવારે ઉપરોકત વિસ્તારોમાં મેઘરાજા વરસી રહ્યા છે.

ગુજરાત અને મહારાષ્ટ્રમાં સંખ્યાબંધ સ્થળોએ વહેલી સવારથી કમોસમી વરસાદઃ રાતથી જ ઘેઘુર વાદળા છવાયા

સુરત જિલ્લાનાં બારડોલી, કિમ, કોસંબા, કામરેજ, પલસાણામાં સવારથી કમોસમી વરસાદ, સુરતમાં રાત્રે દોઢ વાગ્યાથી ઝરમર વરસાદ શરૂ થયેલ જે સવારે આઠ વાગે ધોધમાર વરસ્યો હતોઃ આઠ વાગે ધોધમાર વરસ્યો હતોઃ ગુજરાત અને મહારાષ્ટ્રમાં સંખ્યાબંધ સ્થળોએ વરસાદ પડી રહ્યાના વાવડ મુંબઈ- નાસિકમાં ઝરમર હળવો વરસાદ

(12:28 pm IST)