Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

ITC નહીં મેળવતા દેશના ૩૦૦૦ સિલ્ક ઉંત્પાદકો પર ૧૨% GSTનું ભારણ

વધેલા ૭% જીએસટીની સૌથી વધુ અસર સિલ્ક ઉંત્પાદકોને થશે

સુરત,તા. ૧ : જીએસટી કાઉંન્સિલ દ્વારા તા. ૧ લી જાન્યુઆરી ૨૦૨૨થી કાપડ પર ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રકચર દૂર કરીને વણાટથી લઇને કાપડ વેચાણ સુધીની સમગ્ર ચેઇન પર ૧૨ ટકા જીએસટી અમલમાં લાવી દેવાશે. કાપડ ઉંદ્યોગની ઉંઘ ઉંડી ચૂકી છે. આની સૌથી મોટી અસર સિલ્ક કાપડ ઉંત્પાદન કરતાં ઉંત્પાદકોને થશે. જીએસટીના અમલ બાદથી જ શુન્ય ઇન્પુટ ટેકસ ક્રેડિટ (ITC) મેળવતાં સુરત ૭૦૦ અને દેશભરના ૩૦૦૦ સિલ્ક ઉંત્પાદકોને સાથે સીધો જ ૧૨ ટકાનો કરભાર આવશે.
જીએસટી પૂર્વે વેટની પ્રક્રિયામાં ફકત પોલિએસ્ટર યાર્નનો સમાવેશ થતો હતો. ૨૦૧૭થી જીએસટીની અમલવારી થતાંની સાથે જ ર્યાનથી લઇને ગાર્મેન્ટ સુધી જીએસટીની વસુલાત શરૂ કરી દેવામાં આવી હતી. યાર્ન પર ૧૨ અને ગ્રે કાપડ પર ૫ ટકા જીએસટીના ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રકચરના કારણે ૬૫૦ કરોડ ઇનપુટ ટેકસ ક્રેડિટ વીવર્સને મળવાપાત્ર હતી. જોકે સિલ્કના ઉંત્પાદકોને જીએસટી અમલ પછી આઇટીસી મળી શકયુ નથી. તેની પાછળનું કારણ ઉંદ્યોગકારો જણાવે છે કે સિલ્ક કાપડ બનાવવાનું યાર્ન એગ્રીકલ્ચર પ્રોડકટની વ્યાખ્યામાં હોવાના કારણે તેના પર અત્યાર સુધી જીએસટી લાગતુ હતુ નહીં. જ્યારે ગ્રે કાપડ સીધુ જ ૫ ટકા જીએસટીમાં વેચાણ થઇ જતુ હતું. હવે જ્યારે આ ઇન્ડસ્ટ્રીઝને શૂન્ય ઇનપુટ ક્રેડિટ એટલે કે એક પણ રૂપિયાનું રિફંડ મળતુ નથી. ત્યારે સીધો જ ૧૨ ટકાનો જીએસટીનો દર તા. ૧ લી જાન્યુઆરીથી જો અમલમાં આવે તો સુરતના ૭૦૦ અને દેશના ૩૦૦૦ સિલ્ક ઉંત્પાદન કરતા એકમોને માથે મોટો ભારે આવે તેવી ચિંતા સેવાઇ રહી છે.

કોટન અને સિલ્ક બન્ને ઉંદ્યોગને માર
અત્યાર સુધી ઇનપુટનો લાભ નહીં મેળવતાં આ એકમોને માથે સીધો જ ૧૨ ટકાનો ભાર આવી જશે. કોટનમાં યાર્ન પર ૫ અને કાપડ પર ૧૨ ટકાના દરની પણ ઉંત્પાદકોને મોટી અસર થવાની છે.
                                                                                                                                                              -ભરત ગાંધી (ચેરમેન, ફીયાસ્વી)

 

(10:43 am IST)