Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

સાઉથ આફ્રિકામાં કાર અકસ્માત: ભરૂચના 3 લોકોના કરૂણમોત પિટર્સબર્ગ નજીક ફાટ્યું ટાયર:કારમાં સવાર 2 મુસાફરો ગંભીર

કારમાં 10 મુસાફરો સવાર હતાં : તમામ પ્રવાસીઓ જ્હોનિસબર્ગ ઍરપોર્ટથી વેંડા તરફ જતાં હતા

ભરૂચથી આફ્રિકા ગયેલા પ્રવાસીઓને અકસ્માત નડ્યો છે.જેમાં 3 પ્રવાસીઓના મૃત્યુ થયા છે અને 2 લોકો ગંભીર તેમજ અન્ય 5 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે છે. પિટર્સબર્ગ નજીક કારનું ટાયર ફાટતા આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત દરમિયાન કારમાં 10 મુસાફરો સવાર હતાં.તમામ પ્રવાસીઓ જ્હોનિસબર્ગ ઍરપોર્ટથી વેંડા તરફ જતાં હતા

અકસ્માત એટલો ભયાવહ હતો કે કારનું ટાયર અચાનક ફાટતા કાર ફંગોળાઈ ગઈ હતી અને કારમાં સવાર ભરૂચના 10 લોકોમાંથી 3ના કમકમાટી ભર્યા મોત થયા હતા. અન્ય  7 લોકોને પણ નાની મોટી ગંભીર ઈજાઓ થતાં ત્યાંની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે

ભયવાહ અકસ્માતની જાણ પરિવારને કરવામાં આવતા પરિવારમાં તેમજ સમાજમાં શોકની લાગણી છવાઈ છે. સાઉથ આફ્રિકાથી તમામ મૃતકો તેમજ ઘાયલોને ભારત લાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. 

(11:41 pm IST)