Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

બાબુ નિશાર શેખનું મૃત્યુ થઈ ચૂક્યું છે, પરંતુ તેમનો શબ હજી મળી શક્યો નથી.

વડોદરા કસ્ટોડિયલ ડેથ કેસમાં CID ક્રાઈમ દ્વારા હાઈકોર્ટમાં સોગંદનામુ

અમદાવાદ : વર્ષ 2019 વડોદરા કસ્ટોડિયલ ડેથ કેસમાં તપાસ એજન્સી CID ક્રાઈમ દ્વારા હાઈકોર્ટમાં રજૂ કરાયેલા સોગંદનામામાં જણાવવામાં આવ્યું છે કે બાબુ નિશાર શેખનું મૃત્યુ થઈ ચૂક્યું છે, જ્યારે તેમનો શબ હજી મળી શક્યો નથી.

  અગાઉ ગુજરાત હાઈકોર્ટે CID ક્રાઈમના અધિકારીને તપાસમાં કોઈપણ પ્રકારની કચાસ બાકી ન રહી જાય તેની ટકોર કરી હતી. કોર્ટે કહ્યું કે આરોપીઓ પોલીસ કર્મચારી હોવાથી કાયદાની ઘણી બાબતોથી અવગત હશે જેથી તપાસ અધિકારીએ વધુ યોગ્ય રીતે તપાસ કરવી પડશે. આ કેસમાં હાલમાં જ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે જેમાં સંડોવાયેલા તમામ પોલીસ કર્મચારીઓ સામે IPC-302 હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

  ગુજરાત હાઇકોર્ટેના આદેશથી આ કેસમાં સંડોવાયેલા તમામ પોલીસ કર્મચારી સામે આઈપીસીની કલમ 302 મુજબ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો

 

વડોદરાના ફતેગંજ પોલીસ સ્ટેશનના પી.આઈ ધર્મેન્દ્ર ગોહિલ, પી.એસ.આઇ દશરથ રબારી, સહિત છ પોલીસ કર્મીઓ સામે આધેડ વયના યુવાનને પોલીસ કસ્ટડીમાં ઢોર માર મારવાના કેસમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મૂળ તેલંગાણાના વતની અને અમદાવાદમાં રહેતા 62 વર્ષીય બાબુ શેખ ચાદર વેચવાનું કામ કરતા અને વોડદરામાં ચાદર વેચવા દરમિયાન એક ઘરમાં ચરીની ઘટનામાં આરોપી માની પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી.

ડિસેમ્બર 2019 બાદ બાબુભાઈ ગુમ થઈ જતાં પુત્ર દ્વારા હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ રિટ દાખલ કરાઈ હતી. ફતેહગંજ પોલીસ દ્વારા ગુનો કબૂલ કરાવવા માટે કસ્ટડીમાં બાબુભાઇ શેખને ઢોર માર મારવામાં આવતા તેમનું મોત નીપજ્યું હતું. જયરબાદ સંડોવાયેલા પોલીસ કર્મીઓએ તેમની લાશને સગેવગે કરી દીધી હતી

(11:52 pm IST)