Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

જુવેનાઈલ ડાયાબિટીસવાળા બાળકને ગળ્યો, ચીકણો ખોરાક અને આથા વાળી વસ્તુઓ ઓછી ખવડાવવી

જુવેનાઈલ ડાયાબિટીસમાં ડૉક્ટરની સલાહ પ્રમાણ ઇન્સ્યુલિન ઇન્જેક્શન લેવા જોઇએ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :જુવેનાઈલ ડાયાબિટીસ (પ્રકાર-૧) આ પ્રકારના ડાયાબિટીસની નાના બાળકોમાં સામાન્ય રીતે ૨ થી ૮ વર્ષની ઉંમરે ખબર પડે છે. પરંતુ બિમારી વિશે જાણ થાય તે પહેલા બાળકના શરીરમાં ડાયાબિટીશનું ઝેર(એસીટોન)નું પ્રમાણ વધી જવાથી બાળકને ખુબ જ વધુ શ્વાસ લેવામાં તકલીફ, બોલવામાં તકલીફ અને બેભાન પણ થઇ શકે તેવી ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ થાય અને રીપોર્ટ કરાવતા પ્રથમ વખત જુવેનાઈલ ડાયાબિટીસની ખબર પડે છે

  . તાજેતરમાં જ વિરમગામની નાઇસ ચાઇલ્ડ કેર હોસ્પિટલમાં પાટડી અને રાજકોટથી બે બાળ દર્દીઓ બેભાન અવસ્થામાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેઓને ૮ દિવસની સઘન સારવાર પછી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. બાળકનું વજન ઘટવુ, પેશાબ કરવા માટે વારંવાર જવુ પડે, શ્વાસ લેવામાં તકલીફ પડવી, થાક લાગવો, કળતર થવુ જેવા લક્ષણો જુવેનાઈલ ડાયાબિટીસમાં જોવા મળે છે.

 જુવેનાઈલ ડાયાબિટીસમાં ડૉક્ટરની સલાહ પ્રમાણ ઇન્સ્યુલિન ઇન્જેક્શન લેવા જોઇએ. બાળકને ગળ્યો, ચીકણો ખોરાક અને આથા વાળી વસ્તુઓ ઓછી ખવડાવવી જોઇએ. બાળકને કઠોળ અને લીલા શાકભાજી નિયમીત ખવડાવવા જોઇએ. બાળકને નિયમિત કસરત કરાવવી જોઇએ. આ ઉપરાંત નિયમીત ગ્લુકોઝની તપાસ પણ કરાવવી જોઇએ અને ડોક્ટરની સલાહ મુજબ સારવાર ચાલુ રાખવી જોઈએ. તેમ વિરમગામના નાઇસ ચાઇલ્ડ કેર હોસ્પિટલના બાળ રોગ નિષ્ણાંત ડૉ.રોહીત પટેલે જણાવ્યુ હતુ.

(6:54 pm IST)