Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

માંડલ ખાતે આશા બહેની 5 દિવસની તાલીમ યોજાઇ: આરોગ્ય વિષયક મહત્વની જાણકારી, માર્ગદર્શન મેળવ્યું

તાલીમમાં માંડલ તાલુકાના આશા બહેનો ઉપસ્થિત રહ્યા

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :માંડલ તાલુકા પંચાયત બી.આર.સી ભવન ખાતે આશા બહેનોની 5 દિવસની તાલીમ યોજાઇ હતી. જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શક હેઠળ માંડલ તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.દિપકભાઈ પટેલ દ્વારા આ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માંડલ તાલુકાના આશાબહેનો ઉપસ્થિત રહ્યા હતા અને આરોગ્ય વિષયક મહત્વની જાણકારી, માર્ગદર્શન મેળવ્યું હતું.( તસવીર- જગદીશ રાવળ (ટ્રેન્ટ)

(6:51 pm IST)