Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

કઠલાલ તાલુકાના લસુન્દ્રામાં બે ભાઈઓએ અગાઉના ઝઘડાની અદાવત રાખી પાડોશમાં રહેતા સાસુ-વહુ પર જીવલેણ હુમલો કરતા ગુનો દાખલ

કઠલાલ:તાલુકાના લસુન્દ્રામાં રહેતાં બે ભાઈઓએ અગાઉના ઝઘડાની અદાવત રાખી પાડોશમાં રહેતાં સાસુ-વહુ સાથે બોલાચાલી કરીને બંને ભાઈઓએ ભેગા મળી સાસુ-વહુને માર મારીને ઈજાઓ પહોંચાડતા આ અંગે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ કઠલાલ તાલુકાના લસુન્દ્રા ગામમાં આવેલ ઈન્દિરાનગરી વિસ્તારમાં રહેતાં દરીયાબેન નગીનભાઈ સોલંકી અને તેમની વહુ ગાયત્રીબેન ગતરોજ મોડી સાંજના સમયે ગામની આંગણવાડી નજીકથી ચાલતાં પસાર થઈ રહ્યાં હતાં. તે વખતે તેમના ફળીયામાં રહેતાં નિલેશભાઈ શાંતિલાલ ગરાસીયા અને રણજીતભાઈ શાંતિલાલ ગરાસીયાએ તેઓને રોક્યાં હતાં. અને અગાઉના ઝઘડાની અદાવત રાખી ગમેતેમ અપશબ્દો બોલવા લાગ્યાં હતાં. દરીયાબેને અપશબ્દો બોલવાની ના પાડતાં ઉશ્કેરાયેલા નિલેશભાઈએ દરીયાબેનને ઝાપોટ મારી દીધી હતી. તેમજ ગડદાપાટુનો માર મારી ઈજા પહોંચાડી હતી. પોતાની સાસુ દરીયાબેનને છોડાવવા માટે ઝઘડામાં વચ્ચે પડેલાં ગાયત્રીબેનને પણ આ બંને જણાંએ લાતો મારી ઈજા પહોંચાડી હતી. અને અમારા ભાઈઓ વિરૂધ્ધમાં કોઈ ફરીયાદ કરશો તો જાનથી મારી નાંખીશું તેવી ધમકીઓ આપી બંને જણાં ત્યાંથી ભાગી ગયાં હતાં.

(5:48 pm IST)