Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

સુરતના બમરોલી વિસ્તારમાં યુપીવાસી યુવાનને ક્રેડિટકાર્ડ વેરિફિકેશન કરવાના બહાને વિશ્વાસમાં લઇ ઓટીપી મેળવી 54 હજાર ઉપાડી લેનાર ભેજાબાજ વિરુદ્ધ ગુનો દાખલ

સુરત: શહેરના બમરોલી વિસ્તારમાં રહેતા યુપીવાસી યુવાનને કોટક મહિન્દ્રા બેંકના ક્રેડિટ કાર્ડનું વેરીફીકેશનના બહાને વિશ્વાસમાં લઇ ઓટીપી નંબર મેળવી રૂા. 54,590 ઉપાડી લઇ વિશ્વાસઘાત કરનાર ભેજાબાજ વિરૂધ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે.

પાંડેસરા-બમરોલી રોડ સ્થિત આશિષ નગરમાં રહેતા લોકપતિ મનતારામ ચૌધરી (ઉ.વ. 36) પર તા. 15 ઓક્ટોબર ના રોજ મોબાઇલ નં. 9144461532 પરથી કોલ આવ્યો હતો. 

કોલ કરનારે પોતાની ઓળખ કોટક મહિન્દ્રા બેંકના ક્રેડિટ કાર્ડ વિભાગના કર્મચારી તરીકે આપી ક્રેડિટ કાર્ડનું વેરીફીકેશન કરવાનું કહી વિશ્વાસ કેળવ્યો હતો. ત્યાર બાદ કોલ કરનારે લોકપતિના મોબાઇલ પર અલગ-અલગ ઓટીપી મોકલાવ્યા હતા અને આ ઓટીપી મેળવી લઇ ભેજાબાજે જુદી-જુદી રકમના ઓનલાઇન ટ્રાન્જેક્શન થકી કુલ રૂા. 54,590ની મત્તા ઉપાડી લીધી હતી. 

(5:47 pm IST)