Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

વડોદરામાં ડુપ્લીકેટ ફ્લેટના માલિકો ઉભા કરી બરોબર વેચાણ કરનાર ઠગ વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા:શહેરના ભાયલી રોડ ઉપર આવેલ વ્રજભૂમિ ખાતે રહેતા 62 વર્ષીય ઓમવીર સિંગ કેમિકલની ફેક્ટરી ધરાવે છે વર્ષ 2016 દરમિયાન તેઓએ વ્રજભૂમિના ચોથા માળે આવેલ પેન્ટહાઉસ માં ફ્લેટ નંબર 403 વેચાણથી લીધો હતો મૂળ વતનમાં ફેક્ટરી શરૂ કર્યા બાદ પોતે ઉદયપુર ખાતે શિફ્ટ થવા ના હોય તેઓએ ફ્લેટ વેચાણ માટે જાહેરાત આપી હતી.

આ સમયે તેઓના મોબાઈલ ફોન ઉપર જતીનકુમાર જેંતીલાલ પાલા રહે રચના રેસીડેન્સી ન્યુ મેડિકલ કોલેજ ગોત્રી વડોદરા એ જણાવ્યું હતું કે હું એજન્ટ છું અને તમારો ફ્લેટ વેંચી શકું છું. ત્યારબાદ તેમણે ફ્લેટની ચાવી લઇ અલગ-અલગ વ્યક્તિઓને ફ્લેટ બતાવ્યો હતો અને ત્યારબાદ જણાવ્યું હતું કે એક પાર્ટી તમારો ફ્લેટ લેવા માંગે છે તમારા દસ્તાવેજ અને ડોક્યુમેન્ટ  મોકલી આપો અને એજન્ટે મકાનનું પ્રોપર્ટીકાર્ડ બનાવવા માટે 50000 રૂપિયા લીધા હતા. 

દરમિયાન મકાન માલિક પર રાહુલ ઠક્કર નામના વ્યક્તિએ ફોન કરી જણાવ્યું હતું કે તમારા ફ્લેટની ચાવી આપો. તમે તથા તમારી પત્ની એ વિશાલ વીપીનચંદ્ર મલકન ( રહે - અગ્રવાલ ટાવર, જુહાપુરા, અમદાવાદ) ને વેચાણ દસ્તાવેજ કરી આપ્યો છે. જેથી ચોકી ઉઠેલા ઓમવીર સિંગએ દસ્તાવેજની નકલ મંગાવતા જાણવા મળ્યું હતું કે દસ્તાવેજ ના ફોટા તથા આધાર કાર્ડ અન્ય વ્યક્તિના ફોટા હતા એજન્ટના મોકલેલા ડોક્યુમેન્ટ નો ખોટો ઉપયોગ કરી બનાવટી વ્યક્તિઓ ઊભી કરી વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હોવાનું બહાર આવ્યું હતું. 

(5:40 pm IST)