Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

વડોદરાના કિશનવાડી વિસ્તારમાં લગ્ન પ્રસંગ દરમ્યાન ગેસની બોટલમાં વિસ્ફોટ થતા અફડાતફડી મચી જવા પામી

વડોદરા: શહેરમાં કિશનવાડી વિસ્તારમાં લગ્નની રસોઈ બની રહી હતી તે વખતે કાંઈ ગેસનો બોટલ ફાટતાં સમગ્ર વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. કિશાન વાડી ખાતે વુડાના મકાન રહેતા રવિભાઈ ઓડ ના પરિવારમાં આવતીકાલે લગ્ન હોવાથી આજે જમણવાર રાખવામાં આવ્યો હતો. જેમાં આમંત્રિત સગા સંબંધીઓ તેમજ રસોઈયા હાજર હતા.

આ દરમિયાન એકાએક ગેસનો બોટલ લીકેજ થતા આગ લાગી હતી. આગમાં તંબુ લપેટાઈ ગયો હતો અને નાસભાગ મચી હતી. હજી લોકો કાંઇ સમજે અને આગ બુઝાવવા નો પ્રયાસ થાય ત્યાં જ પ્રચંડ વિસ્ફોટ સાથે ગેસનો સિલિન્ડર બ્લાસ્ટ થતાં રે ગભરાટ ફેલાયો હતો.

(5:40 pm IST)