Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

સુરતમાં રાત્રી કરફયુમાં ખૂની ખેલઃ જુની અદાવતમાં છરીના રપ ઘા ઝીંકીને ર મિત્રોના હાથે યુવકની હત્યા

સુરત :સુરતના પુણા ભૈયાનગર વિસ્તારમાંમાં જૂની અદાવતમાં બે મિત્રોએ ચપ્પુના ઘા ઝીંકી પોતાના મિત્રની ઘાતકી હત્યા કરી હતી. બનાવની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને હત્યારાઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પુણા ભૈયા નગર પાસે સારથી કોમ્પલેક્ષ નજીક રહેતા 30 વર્ષીય દેવેન્દ્ર ઝાવરે ઉર્ફે ચિન્ટુની સોમવારે રાત્રે કર્ફ્યૂના સમયગાળા દરમિયાન જ તેના બે મિત્રોએ ચપ્પુના 25 જેટલા ઘા ઝીંકી હત્યા કરી છે.

દેવેન્દ્ર ઝાવરે ઉર્ફે ચિન્ટુને અગાઉ કિશન શંકર કનોજીયા અને જયેશ શંકર કનોજીયા સાથે જૂની વાતે તકરાર થઇ હતી. જેની અદાવત રાખી આ બંનેએ દેવેન્દ્ર ઝાવરે પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. કિશન અને જયેશ દ્વારા કરાયેલા હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા દેવેન્દ્ર ઝાવરેને સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેને તબીબે મૃત જાહેર કર્યો હતો.

પુણા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા કિશન અને જયેશ ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે નોંધનીય છે કે ઈજાગ્રસ્ત હાલતમાં જ્યારે દેવેન્દ્ર ઝાવરેને જ્યારે સ્મીમેર હોસ્પિટલ લઇ જવામાં આવ્યો ત્યારે તેની પાસેથી પણ ચપ્પુ મળી આવ્યું હતું. જોકે કિશન અને જયેશે દેવેન્દ્રને કઇ જૂની અદાવતમાં ચપ્પુના ઘા મારી હત્યા કરી તે હાલ જાણી શકાયું નથી.

ચિન્ટુની હત્યા થતાં બે બાળક અને પત્ની નોંધારા થયા છે. દિવાળી પહેલા પણ મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી .ચિન્ટુના પિતાનું પણ છ મહિના પહેલા જ મોત થયું હતું. ચિન્ટુ મોટોભાઈ હતા. જ્યારે સુમિત નાનો ભાઈ છે તેણે કહ્યું કે રવિવારે ચિન્ટુએ રવિવારે વાદ વિવાદમાં લાફા ઝીંક્યા હતાં. જેની અદાવત રખાઈ હતી. એક વર્ષ પહેલા હત્યારાઓએ ચિન્ટુના ભાઈ પર હુમલો કર્યો હતો.

(5:37 pm IST)