Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

આર્થિક મંદીએ અનેકના ઘર ભાંગ્યાઃ સુરતમાં દરરોજ સરેરાશ ર લોકો આત્મહત્યા કરે છે

કુલ ૭૬પ૪ આત્મહત્યામાં પ૧૬૮ પુરૂષ-ર૪૮૬-સ્ત્રીઃ ગુજરાતમાં આયખુ ટૂંકાવનાર ૧૦થી વધુ ભણેલા : ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી,બંગાળ, રાજસ્થાન જેવા ઔદ્યોગિક રાજયોમાં જીવન ટૂંકાવનાર લોકો વધુ

અમદાવાદ : એનસીઆબીના રીપોર્ટ મુજબ જયાં ર૦૧૯ માં ગૃહ કલેશથી સૌથી વધુ લોકોએ આત્મહત્યા કરેલ ત્યાં આ વર્ષે દેશભરમાં આર્થિક તંગીથી જીવન ટૂંકાવી નાખવાની સંખ્યા વધી છે.

ખાસ વાત એ છે કે ઔદ્યોગીક રાજયો વધુ પ્રભાવીત છે. ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, બંગાળ, દીલ્હીમાં આંકડા સતત વધી રહ્યા છે. તજજ્ઞો મુજબ ર૦ર૧ ની એનસીઆબી રિપોર્ટમાં આર્થિક તંગી આત્મહત્યાના કારણમાં સૌથી ઉપર છે, કોરોનાની બીજી લહેર આર્થીક ગતિવિધીને ફરી પ્રભાવિત કરી શકે છે.

ગુજરાત અને મહારાષ્ટ્રમાં કોરોનાના કારણે વર્ષ દરમિયાન આત્મહત્યા, નિરાશા, અટવાયેલ પેમેન્ટ, કરજ, છેતરપીંડી, નોકરી જવી સામે આવી રહી છે. સુરતમાં રોજ સરેરાશ બે આત્મહત્યા થાય છે. અત્યાર સુધીમાં ૨૧ લોકોએ જીવન ટૂંકાવ્યુ છે. જેમાં ૧૧ હીરા - કપડાના વેપારીઓ છે. જ્યારે ગત વર્ષે આર્થિક તંગીથી મરનાર ઓછા હતા.

ગુજરાતમાં આત્મહત્યા કરનાર લોકો ૧૦ ધોરણથી વધુ ભણેલા ૨૩૭ છે. જ્યારે અભણ ૮૭૦ અને ૫૦૪૫ લોકો ૧૦માં સુધી ભણેલા હતા. જ્યારે કુલ ૭૬૫૪ આત્મહત્યાઓમાં ૫૧૬૮ પુરૂષ અને ૨૪૮૬ મહિલાઓ હતી. જેમાં ૫૪૯૧ લોકો વિવાહીત હતા. જેમાંથી ૩૭૫૨ પુરૂષો અને ૧૭૩૯ મહિલાઓ હતી.

(3:48 pm IST)