Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા વધુ ૫ તબીબોને કોરોના

અમદાવાદ તા. ૧ : શહેરમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જીવલેણ વાઈરસના સંક્રમણનું સૌથી વધુ જોખમ કોરોના સામે ફ્રન્ટ લાઈન ફાઈટ કરી રહેલા ડોકટરો સહિતના મેડિકલ સ્ટાફને વધારે રહે છે, ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલના વધુ ૫ તબીબો કોરોનાથી સંક્રમિત થયા છે.

ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલા અનેક કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થઈ ચૂકયાં છે. તાજેતરમાં હોસ્પિટલના મેડિસીન વિભાગ સહિત અન્ય વિભાગા હેડ ઓફ ડિપાર્ટમેન્ટ કોરોનાથી સંક્રમિત થયા હતા.

હવે સિવિલ હોસ્પિટલમાં ડ્યૂટી કરી રહેલા ૫ તબીબો કોરોની ચપેટમાં આવ્યા છે. હાલ આ તમામ ડોકટરોને સિવિલ હોસ્પિટલમાં જ સારવાર આપવામાં આવી રહી છે.

જણાવી દઈએ કે, અત્યાર સુધી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોકટરો અને નર્સો સહિત ૪૬૨ મેડિકલ સ્ટાફ કોરોનાથી સંક્રમિત થઈ ચૂકયા છે.

એક તરફ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ વધી રહ્યાં છે, ત્યારે ડોકટરોની પણ અછત વર્તાઈ રહી છે. આથી કોરોના દર્દીઓને તાકીદે સારવાર મળી રહે તે માટે રાજયભરમાંથી ડોકટરોને ડેપ્યુટેશન પર અમદાવાદ લવાયા છે. બીજી તરફ ખુદ ડોકટરો જ કોરોનાથી સંક્રમિત થયા સિવિલમાં મેડિકલ સ્ટાફ ચિંતિત બન્યો છે.

(3:32 pm IST)