Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

યોગ્ય પગલા નહી લેવાય તો સ્થિતિ બગડી શકે છે : હાઇકોર્ટ

કોરોના સામે લીધેલા પગલા અંગે ગુજરાત સરકારના જવાબથી હાઇકોર્ટ નારાજ

ગાંધીનગર તા. ૧ : કોરોના સામે લીધેલા પગલા અંગે ગુજરાત સરકારે હાઈકોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો જેમાં સરકારના જવાબથી હાઈકોર્ટ નારાજ થઈ હતી અને કહ્યું હતુ કે, યોગ્ય પગલા નહીં લેવાય તો સ્થિતિ બગડી શકે છે. હાલનો સમય ખૂબ ગંભીર હોવાનો હાઈકોર્ટનો મત રજૂ થયો હતો. તુરત કાર્યવાહી કરશો તો બે અઠવાડિયામાં સ્થિતિ કંટ્રોલમાં આવશે. આ સમય કડક પગલા લેવાનો છે. સરકાર આવા પગલા લેવા અક્ષમ છે તેવું કહે તો એ વ્યાજબી નથી. નિયમનું કડકપણે પાલન કરાવવું એ સરકારની જવાબદારી છે. હાલ ઝડપી અને અસરકારક કામગીરીની જરૂર છે.

હાઇકોર્ટે કહ્યું કે, યોગ્ય પગલા નહીં લેવાય તો સ્થિતિ બગડી શકે છે.હાલનો સમય ખૂબ ગંભીર છે, તુરંત કામગીરી કરો. તાત્કાલિક પગલા ભરશો તો બે અઠવાડિયામાં સ્થિતિ કંટ્રોલમાં આવશે. આ સમય કડક પગલા લેવાનો છે. સરકાર આવા પગલા લેવા અક્ષમ છે તેવું કહીને છટકી ન શકે. નિયમનું કડકપણે પાલન કરાવવું એ સરકારની જવાબદારી છે. હાલ ઝડપી અને અસરકારક કામગીરીની જરૂર છે.

(3:31 pm IST)