Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

ગુજરાતના પોલીસ તંત્ર અને શિક્ષણ જગતની ઐતિહાસિક ઘટના : રાવ દંપતી પ્રતિષ્ઠિત એવોર્ડથી વિભૂષિત

વિશ્વ લેવલનાં તેલંગાણા અને ગુજરાત શિક્ષણ જગત દ્વારા આયોજિત કાર્યક્રમમાં ડો. ઇન્દુ રાવને બેસ્ટ ડિરેકટર તરીકે નવાજવામાં આવ્યા : કોરોના મહામારી સમયે ગુજરાતના જેલ તંત્રની રાષ્ટ્રીય લેવલે નોંધ : દેશમાં સ્કોચ એવોર્ડ મેળવવાં ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું

રાજકોટ તા.૧:..ગુજરાતના પોલીસ તંત્ર અને શિક્ષણ જગતમાં અનોખી અને ઐતિહાસિક ઘટના ઘટી છે. રાજયના જેલ વડા અને સિનીયર આઈપીએસ ડો.કે.એલ.એન.રાવ તથા જાણીતા શિક્ષણ શાસ્ત્રી ડો. ઇન્દુ રાવ બનેને પ્રતિષ્ઠિત એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.

સાથેજ પ્રતિષ્ઠિત સ્કોચ એવોર્ડ મેળવવામાં દેશભરમાં ગુજરાત પ્રથમ રાજય ડો.કે.એલ.એન.રાવની રાહબરીમા બન્યું છે. આ એવોર્ડ કોરોના મહામારીમાં ગુજરાતના જેલ તંત્ર દ્વારા અદભૂત કામગીરી રાજયની જેલોમાં થઈ તેની નોંધ રાષ્ટ્રીય લેવલે લેવાઇ હતી. નીતિ આયોગ તથા એન. આઈ. સી.ના ભૂતપૂર્વ ડિરેકટર અને સ્કોચ્ ગ્રુપના ચેરમેન તથા મોદી નોમીકસ બુકના લેખદ્વારા મોહ ફાટ વખાણ ગુજરાત જેલ તંત્ર તથા વડા ડો. કે. એલ.એન.રાવ ટીમની પણ તારીફ કરવામાં આવેલ.

આજ રીતે ડો. કે. એલ. એન. રાવના ધર્મપત્ની અને જાણીતા મહિલા શિક્ષણ શાસ્ત્રી ડો.ઇન્દુ રાવ નું પણ બેસ્ટ ડિરેકટર તરીકે તેલંગાણા અને ગુજરાત રાજયના યજમાનપદે યોજાયેલ કાર્યક્રમમાં જાહેર થતાં વિશાળ શુભેચ્છકોમાં હર્ષની લાગણી ફેલવવા પામી છે. ડો. ઇન્દુ રાવે ૨ વખત વિદેશમાંથી પીએચડી ઉપાધી મેળવવા સાથે ગુજરાતના હીરા ઉદ્યોગ પર પુસ્તકો લખવા સાથે અનેક એવોર્ડ તથા તેમના અનેક લેખો દ્વારા શિક્ષણ જગતમાં ક્રાંતિ સર્જી છે.

(2:49 pm IST)