Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

સુરતની તીતર ભીતર થયેલી ૩૧ ગેંગને નવા કાયદા હેઠળ પિંજરે પૂરવા ખાનગીમાં ભારે ધમધામટ

ગુજરાતમાં ગુજસીટોક અંતર્ગત ૯૭ જેલ ભેગા આશિષ ભાટિયાની આગેવાની હેઠળ થયા પરંતુ સુરત સીપી અજય તોમર રેકોર્ડ સ્થાપવા તરફ મક્કમ ડગ માંડી રહ્યા છે : ઉતર પ્રદેશનાં હિન્દુ મહાસભાના અગ્રણી સ્વ.કમલેશ તિવારીની હત્યાના લખનઉ જેલમાં બંધ તથા રાજકોટ જેલમાં રહેલા ટમેટા ગેંગના સાગરીત સહિત ગેંગ મેમ્બરો ટપોરીઓ સામે ક્રાઇમ બ્રાન્ચના એડિશનલ સીપી શરદ સિંધલ ડીસીપી રાહુલ પટેલના માર્ગદર્શન હેઠળ એસીપી આર.આર.સરવૈયા ટીમ આદુ ખાઇને પાછળ પડી

રાજકોટ,તા. ૧: રાજકોટ શહેર તથા જિલ્લા અને અમરેલી જિલ્લો જામનગર અમદાવાદ અને સુરત શહેર ના ટમેટા ગેંગ ના ૨૬ સહિતના અસામાજિક તત્વો સામે કડક હાથે કાર્યવાહીના ભાગ રૂપે ગુજરાતમાં ૯૭ શખ્સ સામે ગુજસીટોક કાયદા હેઠળ પગલા લેવામાં આવ્યા હોવાનું રાજયના મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ જાહેર કર્યું છે.

તેવા સમયે આંકડો જેટ ગતિએ આગળ વધે તે માટે સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર શહેરને ક્રાઈમ ફરી કરવાના અભિયાન અંતર્ગત મક્કમતાથી માસ્ટર પ્લાન તૈયાર કરી ૩૧ જેટલી તિતર ભીતર કરાયેલ ગેંગ સામે ઞુજસીટોક કાયદા હેઠળ પગલાં ભરવા સજ્જ બન્યા હોવાનું સૂત્રો જણાવે છે.

સુરત પોલીસ દ્વારા ૨૩૦ થી વધુ ગેંગ સાથીદારો સામેની કાર્યવાહી અંગે સતાવાર રીતે કઈ જાહેર થતું નથી પરંતુ ભીતરમાં જબરી હલચલ હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે

અત્રે યાદ રહે કે સુરતની મુજફરઅલી ઊર્ફે આસિફ ટમેટા ગેંગના ૨૬ જેટલા ગેંગ મેમ્બરો સામે સુરત પોલીસ કમિશનર અજય તોમરની સૂચનાથી સુરત ક્રાઈમ બ્રાન્ચના એડિશનલ પોલીસ કમિશનર શરદ સિંઘલ ડીસીપી રાહુલ પટેલના માર્ગદર્શનમાં સુરત ક્રાઇમ બ્રાન્ચના એસીપી આર.આર.સરવૈયા ટીમે સપાટો બોલાવ્યો છે.

 આમ તો અજયકુમાર તોમરે ચાર્જ સંભાળતા સાથેજ સુરત પોલીસને ટીમ વર્કમાં ફેરવી સૌરાષ્ટ્ર ગેંગ સહિતની ગેંગને આકરા મિજાજનો પરચો બતાવવા માયાઓ સંકેલવા તરફ પરોઠ ના પગલાંઓ ભરી રહ્યા છે.

સુરત પોલીસ દ્રઢતાથી માને છે કે હાલમાં જે રીતે આખું વાતવરણ જામ્યું છે અને ખુદ રાજય સરકાર પણ આવી ગેન્ગો વિરૂદ્ઘ કાર્યવાહી કરવા માટે મક્કમ છે ત્યારે આ સમય જ યોગ્ય છે.

 ટમેટા ગેંગના સાગરીતો પૈકી યુસુફ ખાન લખનઉમા હિન્દુ મહાસભાના નેતા કમલેશ તિવારીની હત્યા કેસમાં લખનઉ જેલમાં છે. એક સાગ્રીત રાજકોટ જેલમા બંધ છે ટુંકમાં કહીએ તો ટમેટા ગેંગના દરેક ગેંગ સ્ટાર એક બીજાના માથાં ભાંગે તેવા ખુંખાર છે.

(2:48 pm IST)