Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

કોરોના સંક્રમણ વધતા વડોદરામાં માસ્ક વગરના મુસાફરોને સિટી બસમાં પ્રવાસ પર પ્રતિબંધ

વડોદરા, તા.૧: કોરોના સંક્રમણ વધતા વડોદરા પ્રશાસને મહત્વનો નિર્ણય લીધી છે. વડોદરામાં સિટી બસ સ્ટેશન પર મુસાફરો વધતાં માસ્ક વગરના મુસાફરોને બસમાં ના બેસવા દેવા આદેશ કરાયો છે. સિટી બસ સ્ટેશન પર જ રાહતદરે માસ્કનું વેચાણ કરવા પણ આદેશ કર્યો છે. માસ્ક વગરના મુસાફરોને ફરજિયાત માસ્ક ખરીદી કર્યા બાદ જ બસમાં પ્રવેશ અપાઈ રહ્યો છે. કોરોના નું સંક્રમણ અટકે તે માટે તંત્રએ નિર્ણય લીધો છે

(2:47 pm IST)