Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

ધાનેરાના નેનાવા ચેક પોસ્ટથી ઘાસચારામાં છુપાવેલ ટ્રોલીવાળા ટ્રેકટરમાંથી બે લાખનો વિદેશી દારુ જપ્ત

વિદેશી દારૂ/બીયરની પેટીઓ નંગ-૧૭ કુલ બોટલ નંગ-૨૧૬ સાથે 5.57 લાખનો મુદામાલ કબ્જે

ધાનેરા : પોલીસ ઇન્સ્પેકટર એસ.એ.ડાભી તથા અ.હેડ.કોન્સ રાસેંગભાઇ, અ.પો.કોન્સ પ્રકાશભાઇ, વિક્ર્મભાઇ, ભીખાભાઇ સ્ટાફ સાથે નેનાવા ચેક પોસ્ટ ઉપર વાહનોના ચેકિંગમાં હતા ત્યારે રાજસ્થાન તરફથી એક ટ્રોલીવાળુ ટ્રેક્ટર ઘાસચારો ભરીને આવતું હતું. આ ટ્રેક્ટરમાં દારુની બાતમી મળી હોવાથી આ નંબર વગરના ટ્રેક્ટર ટ્રોલી સાથે આવતું હોવાથી તેને ઉભુ રખાવી તપાસ કરતાં ટ્રોલીમાં ઘાસચારા નીચેથી વિદેશી દારુની પેટીઓ મળી આવી હતી. પોલીસે વિદેશી દારૂ/બીયરની પેટીઓ નંગ-૧૭ કુલ બોટલ નંગ-૨૧૬ કિ.રૂ.૨,૦૨,૨૦૦ તથા ટ્રેક્ટર અને ટ્રોલી સાથે ની કિં.રૂ. ૩,૫૦,૦૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૫,૦૦૦ મળી કુલ કિં.રૂ. ૫,૫૭,૨૦૦ના મુદ્દામાલ સાથે નગારામ પ્રેમારામ મોદી (રહે.ચિતલવાણા ઘાચિયો કા વાસ તા-ચિતલવાણા જી.જાલોર, રાજસ્થાન)ને પકડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

(12:01 pm IST)
  • ગુજરાત સચિવાલયના નાણાં વિભાગના સેક્રેટરી આઈએએસ મિલિન્દ તોરવણેને ગુજરાત અલ્કલાઈન્સ અને કેમિકલ લી ,ના મેનેજીંગ ડિરેક્ટર તરીકેનો વધારો હવાલો સોંપાયો access_time 11:37 pm IST

  • ઉર્મિલા માતોંડકરની રાજનીતિની બીજી ઇનીંગ : હવે શિવસેનામાં જોડાઇ : ઉધ્ધવની હાજરીમાં પ્રવેશ access_time 3:21 pm IST

  • ''ટાઈગર સ્ટેટ''માં ૧૯ વર્ષમાં ૨૯૦ વાઘના મોત થયા : મધ્ય પ્રદેશમાં છેલ્લા ૧૯ વર્ષમાં ૨૯૦ વાઘના મોત થયાઃ હાલમાં મધ્યપ્રદેશમાં ૫૫૦ વાઘ છેઃ મધ્યપ્રદેશને ''ટાઈગર સ્ટેટ'' તરીકે ઓળખવામાં આવે છે access_time 12:51 pm IST