Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

સુરતથી રો રો ફેરી દ્વારા લાખોના વાહન સાથે ઘોઘા પર હોન્ડાના આવશે પાંચ ટ્રક

બપોરે ભાવનગરના ઘોઘા જેટી પર ફેરી સર્વિસ મારફત આવી પહોંચશે

ભાવનગરઃ ઘોઘા હજીરા રો રો ફેરી પરિવહન માટે પણ ફાયદાકારક બની રહી છે. સુરતથી ભાવનગર રોડ માર્ગ 10 થી 12 કલાક થાય છે. ત્યારે હવે હોન્ડા કંપનીએ રો રો ફેરી પર વિશ્વાસ મૂકીને લાખો રૂપિયાના વાહનો સાથે પાંચ ટ્રક રો રો ફેરી મારફત ભાવનગર મોકલવાનું નક્કી કર્યું છે

  ભાવનગર ઘોઘાથી હજીરા શરૂ કરેલી ફેરી સર્વિસમાં હોન્ડા કંપનીએ પાંચ ટ્રકો સુરતના હજીરાથી ભાવનગર સુધી મોકલી રહી છે ભાવનગર ઘોઘા થી હજીરા ફેરી સર્વિસમાં હોન્ડા કંપનીએ પોતાના લાખોના વાહનો ભરેલા ટ્રક ફેરી સર્વિસમાં મોકલવાનો નિર્ણય કરીને ફેરી સર્વિસ પર મોટો વિશ્વાસ મુક્યો છે. સવારે હજીરાથી ઉપડતી ફેરીમાં હોન્ડાના ટ્રકો આવશે અને 12.30 કલાકે બપોરે ભાવનગરના ઘોઘા જેટી પર ફેરી સર્વિસ મારફત આવી પોહચશે. 

ભાવનગરની ઘોઘા હજીરા ફેરી સર્વિસમાં હોન્ડા જેવી કંપની લાખોના વાહનો સાથેના પાંચ ટ્રક મોકલીને પરિવહન સાથે સંકળાયેલા ટ્રાન્સપોટરોમાં જરૂર વિશ્વાસ વધાર્યો છે.

(11:24 am IST)