Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

કપરાડા માંડવા વડદેવી ફળીયા માં જુગાર ધામ પર પોલીસની રેઇડ 10 શકુની પકડાયા :45210 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે

(કાર્તિક બાવીશી દ્વારા )કપરાડા તાલુકા માંડવા ગામે આવેલા વડ દેવી ફળીયામાં 300 ફૂટ અંદર ખુલ્લી જગ્યા માં બેસી ને કેટલાક લોકો જુગાર રમતા હોવાની બાતમી પોલીસને મળી હતી જે બાતમીને આધારે કપરાડા પોલીસના પીએસઆઈ ભાદરકાના માર્ગર્દર્શન મુજબ પોલીસની એક ટિમ બાતમી વાળી જગ્યા રેઇડ કરી હતી  

 કપરાડા તાલુકાના માંડવા ગામે ખુલ્લામાં બેસીને 10 જેટલા લોકો જુગાર રમતા હતા જેની બાતમી કપરાડા પોલીસને મળતા કપરાડા પોલીસ ઘટના સ્થળે પોહચી હતી અને 10 લોકોને રંગે હાથે ઝડપી લીધા હતા માંડવા વાળ દેવી ફળીયામાં પોલીસે જુગાર ધામ ઉપર રેડ કરતા જ ત્યાં બેસેલા અનેક લોકો પોલીસને જોઈને ભાગે તે પૂર્વે જ પોલીસે દબોચી લીધા હતા જેમની પાસે થી જુગારમાં દાવ ઉપર મુકેલા રૂપિયા 3210 અને તેમની પાસે ની મોટર સાયકલ અને 2 મોબાઈલ મળી કુલ રૂપિયા 45,210 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે

 જ્યારે જુગાર રમતા.કમલેશ ભાઈ ચંદુભાઈ ઘાટાલ (રહે વડદેવી માંડવા) 2.ગમન વેલજી મહલા (રહે બારી ફળીયા ઓઝરડા) 3.સુરેશ હરજી ખાખરે (રહે વાંગણ ફળીયા )4.જયસિંગ બુધીયા જીરવાળ( રહે વડદેવી માંડવા) 5.નવીન સોનજી ભોયા (રહે વડદેવી  માંડવા) 6 જાનુ સોમા ભાઈ કાકડ (રહે વડદેવી)  માંડવા 7 ખુશાલ જનક જીરવાળ  (રહે વડદેવી  માંડવા) 8 બબલુ  (રહે ડુંગરી ફળીયા) 9 ગોવિંદ ( રહે વડદેવી )  10 વિષ્ણુ  (રહે વડદેવી  માંડવા ) પોલીસે દબોચી લીધા હતા

આમ કપરાડા પોલીસે માંડવા વડદેવી  ફળીયા માં ખુલ્લામાં બેસી ને જુગાર રમી રહેલા 10 લોકો ની ધરપકડ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે

(9:49 am IST)