Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

રાજપીપળા ખાતે ઈન્ડીયન રેડકોસ સોસાયટી બ્લડ બેન્ક દ્વારા વિશ્વ એઇડ્સ દિનની ઉજવણી થશે

રાજપીપળાના યુવરાજ માનવેન્દ્રસિંહ, એઈડસં અંગે વિજ્ઞાન લેખો લખનાર,લેખક દીપકભાઈ જગતાપ અને નર્મદામાં પ્રથમ એચઆઈવી તરીકે જાહેર થનાર ભરત ભાઈ શાહ સહિત અન્યને જાહેરમાં પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરાશે.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ૧ લી ડિસેમ્બરે રાજપીપળા ખાતે ઈન્ડીયન રેડકોસ સોસાયટી ગુજરાત અને બ્લડ બેન્ક રાજપીપળા ઉપક્રમે રાજપીપળા બ્લડ બેંક ખાતે વિશ્વ એઇડ્સ દિન ની ઉજવણી કરાશે. જેમા એઇડસ જાગૃતિ અંગેના કાર્યક્રમ અંતર્ગત પાવરપોઈન્ટ, પ્રેઝન્ટેશન તથા એચઆઈ વી જાગૃતિ અંગે પ્રવચન અને પોસ્ટર પ્રદર્શન કાર્યક્રમ યોજાશે.જેમાં એઈડસ ક્ષેત્રે જાગૃતિ અંગે સારી કામગીરી કરનાર મહાનુભાવોને પ્રમાણપત્ર આપી જાહેરમાં સન્માનિત કરાશે.
  આ અંગે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી બ્લડ બેંકના ચેરમેન એન.બી.મહિડાએ જણાવ્યું હતું કે પહેલી ડિસેમ્બરે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી બ્લડ બેન્ક દ્વારા વિશ્વ એઇડ્સ દિનની ઉજવણી માં પ્રવર્તમાન કોરોનાની ગંભીર પરિસ્થિતિમાં એચઆઈવી એઈડ્સની અટકાયત માટે કાર્યરત સંસ્થાના કર્મચારીઓ ઉપરાંત વિશ્વમાં એચઆઈ વી એઈડ્સ પીડિતો અને સમલિંગો માટે દેશ અને વિશ્વ ભરમાં સારી કામગીરી કરનારા રાજપીપળાના યુવરાજ માનવેન્દ્રસિંહ ઉપરાંત એઈડસં અંગે વિજ્ઞાન લેખો લખનાર રાજપીપળાના વિજ્ઞાન લેખક દીપકભાઈ જગતાપ અને નર્મદામાં પ્રથમ એચઆઈવી તરીકે જાહેર થનાર રાજપીપળામાં ભરતભાઈ શાહ સહિત અન્ય સારી કામગીરી કરનારાઓને જાહેરમાં પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરાશે. લોકોમાં એઇડ્સ અંગેની જાણકારી અને જાગૃતિ આવે તે માટે મહાનુભાવો દ્વારા માર્ગદર્શન પણ અપાશે.

(8:23 am IST)