Gujarati News

Gujarati News

News of Sunday, 1st December 2019

સુરતમાં મોબાઇલ ચોરની મોટી ટોળકી ઝડપાઇ : 11 લાખના 131 મોબાઈલ ફોન સહીત નોટ ગણવાનું મશીન પણ મળ્યું

ક્રાઇમ બ્રાન્ચે સુરતના જુનેદ ખારેક નામના શખ્સ સહિત 5 ચોરની ધરકપડ કરી

સુરતમાં મોબાઇલ સ્નેચીંગની મોટી ગેંગને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે ચોરીના 131 મોબાઇલ સાથે છ શખ્શોની ધરપકડ કરી છે. 11 લાખની કિંમતના આ ફોન સાથે ઝડપાયલા શખ્શો સ્નેચીંગ કરી અને મોબાઇલ ચોરતા હતા અને ત્યારબાદ ગેંગનો સૂત્રધાર તેને વેચતો હતો. ક્રાઇમ બ્રાન્ચે સુરતના જુનેદ ખારેક નામના શખ્સ સહિત 5 ચોરની ધરકપડ કરી છે.મુખ્ય આરોપી જુનેદના ઘરેથી પોલીસને પૈસા ગણવાનું મશીન મળી આવ્યું છે.

   પોલીસ જુનેદના ઘરેથી મળેલા કરન્સી ગણવાના મશીનને જોઈ ચોંકી ગઈ હતી. જુનેદ ફિલ્મની કહાણીના ચોર જેવો ઓર્ગેનાઇઝ઼્ડ ક્રાઇમ કરતો હોવાની બાબત તપાસમાં ઉભરી આવી છે. જુનેદ શહેરમાં 12 લોકો પાસે ચોરી કરવાતો હતો અને તેને વેચી મારતો હતો.

   પોલીસ આરોપીઓ સાથે 11 લાખની કિંમતના 131 મોબાઇલ, રોકડ તેમજ નોટ ગણવાનું મશીન ઝબ્બે કર્યુ છે. પોલીસ તપાસમાં મુખ્ય આરોપી જુનેદ ખારેકે કબુલ્યું હતું કે તે સુરતમાંથી મોબાલઇ ચોરી અને બોટાદના મમુ નામના એક શખ્સને વેચી મારતો હતો. આ ચકચારી ચોરીની ઘટનાથી સુરત પોલીસને એક મોટી ગુનાહત પ્રવૃતિને રોકવામાં સફળતા પ્રાપ્ત થઈ છે.

(5:57 pm IST)