Gujarati News

Gujarati News

News of Sunday, 1st December 2019

ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા વિરમગામ અને દેત્રોજ તાલુકામાં પ્રતિમાની સફાઇ કરાઇ

 વિરમગામ: ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા અમદાવાદ જીલ્લાના  વિરમગામ અને દેત્રોજ તાલુકામાં પ્રતિમાની સફાઇ કરવામાં આવી હતી. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સાફ-સફાઈ કરી અને ફુલહાર નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને તેમને વંદન કરવામાં આવ્યા હતા

  . ગુજરાત રાજ્ય યુવક બોર્ડના કાર્યકમ વિરમગામ તાલુકા સંયોજક જગદીશભાઈ રાવળ, રસિકભાઈ કોળી, વિરમગામ નગરના સંયોજક કિરણભાઈ સોલંકી, નિલેશભાઈ રાણા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા દેત્રોજ - રામપુર વિસ્તારના સેવાના વટવૃક્ષ સમાન પૂજ્ય શ્રી કાંતિભાઈ રામ ની પ્રતિમા ની સફાઈ તેમજ માલ્યાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા સંયોજક સતિશપ્રસાદ ભટ્ટ તથા મનિષસિંહ અને યુવાનો હાજર રહ્યા હતા.

(4:46 pm IST)