Gujarati News

Gujarati News

News of Sunday, 1st December 2019

દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાયું : બુધવારે ગુજરાતમાં વરસાદ પાડવાની શકાયતા

આણંદ, સુરત, ભરૂચ, વડોદરા, નર્મદા, વલસાડ, નવસારી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં પણ વરસાદ પડશે

અમદાવાદ : ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળશે. આગામી બુધવારે 4 ડિસેમ્બરે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થયું છે. જેને લઇ વરસાદની આગાહી કરાઇ છે.

           આણંદ, સુરત, ભરૂચ, વડોદરામાં વરસાદ પડી શકે છે. જ્યારે નર્મદા, વલસાડ, નવસારી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં પણ વરસાદ પડી શકે છે. ત્યારે વરસાદની આગાહીને લઇ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે.

            સત્તાવાર રીતે ચોમાસાએ ઘણા સમય પહેલાં વિદાય લઈ લીધી છે. પણ હજુ પણ ગુજરાતમાં માવઠા સ્વરૂપે વરસાદ વરસી રહ્યો છે. પહેલાં ગુજરાતમાં વાવાઝોડાની અસરને કારણે વાતાવરણમાં પલટો આવ્યો હતો.

(7:14 pm IST)