Gujarati News

Gujarati News

News of Sunday, 1st December 2019

અમદાવાદના પાંજરાપોળ વિસ્તારમાં અકસ્માત સર્જનારા બીઆરટીએસ બસ ચાલકના વધુ બે દિવસના રિમાન્ડ મંજુર

કોર્ટે કહ્યુ છે કે, ગંભીર ગુનામાં આરોપીને જામીન ન અપાય.: રવિવારે ટ્રાફિક પોલીસ આરોપીને લઇ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરશે.

અમદાવાદમાં પાંજરાપોલ ખાતે બેફામ બીઆરટીએસ બસ ચલાવીને અકસ્માત સર્જનારાના ડ્રાઈવરને જામીન આપ્યા નથી અને બે દિવસના વધુ રીમાન્ડ મંજૂર કર્યા છે. સમાજના લોકોને દાખલો બેસે તે હેતુથી જામીન ન આપી શકાય તેવુ કોર્ટે મહત્વનું અવલોકન કર્યુ છે. આવતીકાલે ટ્રાફિક પોલીસ આરોપીને સાથે રાખીને ઘટના સ્થળનું રીકન્સટ્રક્શન કરશે. મેટ્રો કોર્ટે આરોપીના જામીન ફગાવ્યાં છે. કોર્ટે કહ્યુ છે કે, ગંભીર ગુનામાં આરોપીને જામીન ન અપાય.

   પાંજરાપોળ પાસે બેફામ બીઆરટીએસ કાર હંકારી બે નિર્દોષ યુવકનો ભોગ લેનાર યુવકના જામીન રદ કરી કોર્ટે કસ્ટડીમાં લેવા આદેશ કર્યો હતો. જેના પગલે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. ત્યારબાદ મેટ્રોકોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યો હતો. જ્યાં એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એસ.એમ.ગોવાણીએ આરોપીના બે દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે. જેથી આવતીકાલને રવિવારે ટ્રાફિક પોલીસ આરોપીને લઇ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરશે. આરોપી ને જામીન ફગાવાયા પાછળ મહત્વનું અવલોકન કર્યું કે સમાજ માં દાખલો બેસે અને brts બસ ના અકસ્માત ઘટાડવા માટે આવા કેસમાં આરોપીને જેલ મુક્ત ન કરી શકાય.

(10:17 pm IST)