Gujarati News

Gujarati News

News of Sunday, 1st December 2019

અમદાવાદની કર્ણાવતી ક્લબની ચૂંટણીમાં 39 ફોર્મ ભરાયા : મોટા માથાઓ સક્રિય: ચૂંટણીમાં ગરમાવો

11 ડિસેમ્બરે સવારે 9 વાગ્યે ઈ વોટિંગ શરૂ થશે અને 13 ડિસેમ્બરે સાંજે 5 વાગ્યે સમાપ્ત

અમદાવાદની પ્રતિષ્ઠીત કર્ણાવતી ક્લબની બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણીમાં કુલ 39 ફોર્મ ભરાયા છે. ક્લબની ચૂંટણીમાં ગીરીશ દાણી ચાર વર્ષે ફરી સક્રીય થતા ચૂંટણી પ્રક્રિયામાં ગરમાવો આવ્યો છે. આ વખતે જગદીશ પટેલની પાવર પેનલ, ગીરીશ દાણીની પેનલ અને પ્રિન્સ ભૂપતાનીની પરિવર્તન પેનલ મેદાનમાં છે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની તારીખ 6 ડિસેમ્બર છે. જ્યારે 11 ડિસેમ્બરે સવારે 9 વાગ્યે ઈ વોટિંગ શરૂ થશે અને 13 ડિસેમ્બરે સાંજે 5 વાગ્યે સમાપ્ત થશે.

(9:36 pm IST)