Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

બનાવના દિવસે તો શું આખા માસ દરમિયાન યુવતી ઘટના સ્થળે ગઇ જ ન હતીઃ રહસ્યસ્ફોટ

સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનાર સેટેલાઇટ ગેંગરેપ કેસ બોગસ હોવાનું આ રીતે પુરવાર થયું છે : એફએસએલ તપાસે દુધનું દુધ, પાણીનું પાણી થયું: સિનીયર આઇપીએસ સાચા પુરવાર થયા

રાજકોટ, તા., ૧: સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનાર સેટેલાઇટ વિસ્તારના ગેંગરેપ મામલો કે જેમાં અમદાવાદના ક્રાઇમ બ્રાન્ચના અનુભવી જેસીપી જે.કે.ભટ્ટને તપાસમાંથી હટવું પડે તેવા સંજોગો ઉપસ્થિત થયેલા તેવા ચકચારી મામલામાં સમગ્ર તપાસ ખોટી હોવાનું અને આવો કોઇ બનાવ એફઆઇઆરમાં જણાવ્યા પ્રમાણેનો ન બન્યાનું અમદાવાદ પોલીસે કઇ રીતે પુરવાર કર્યુ તે બાબત પણ ખુબ રસપ્રદ છે.

યુવતી દ્વારા ફરીયાદમાં ગત માર્ચ માસમાં  ર્સ્કોપીયો કારમાં અપહરણ કરી બળાત્કાર ગુજારી વિડીયો ઉતાર્યાનું રટણ કર્યુ હતું. જેમાં પોલીસ તપાસ દરમિયાન એક ચોંકાવનારો ખુલાસો એ થયો હતો કે એ યુવતી જણાવેલ સ્થળે એ દિવસે તો શું આખા મહિના દરમિયાન ગઇ નથી.

તેણી દ્વારા રોકડા રૂપીયા મુકવા ગયાના આક્ષેપો પણ ખોટા ઠર્યા છે ર્સ્કોપીયો કારમાં જે સ્થળેથી અપહરણ થયાનું જણાવેલ તે સ્થળ આસપાસના સંખ્યાબંધ સીસીટીવી કેમેરા તપાસ્યા પણ કઇ જાણવા ન મળ્યું અને યુવતી તે દિવસે ઘરે હોવાનું સાબીત થયું.

જે ઇન્સ્ટ્રાગ્રામ આઇડીથી ધમકી આપવાનો યુવતીએ આરોપ મુકેલ તે ઇનસ્ટ્રાગ્રામ આઇડીના પ્રોફાઇલ માટે હાલ દુબઇ રહેતા સાજીદખાન નામનો યુવક જે મૂળ પાકિસ્તાનનો છે. તેેના પરથી કોપી કરવામાં આવેલ.

એફએસએલના અધિકારીઓ દ્વારા સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રેશન કરતા જ સત્ય એ બહાર આવ્યું કે એ સ્થળે કોઇ ર્સ્કોપીયો ગાડી જ ન હતી. અત્રે યાદ રહે કે આરોપીઓ દ્વારા સામેથી નાર્કો અને પોલીગ્રાફી લાઇ ડીટેકટર ટેસ્ટની માંગણી કરવામાં આવેલ. જે મુજબ ટેસ્ટ થયેલા તેમાં પણ એફએસએલ દ્વારા આક્ષેપ ખોટો હોવાનું પુરવાર થતા સમગ્ર મામલો બોગસ હોવાનું જાહેર થતા  હાઇકોર્ટને રીપોર્ટ કરવામાં આવશે. (૪.૬)

(3:43 pm IST)