Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

અમદાવાદની ૩૦૦ હોટલમાં બે ઓનલાઇન કંપનીએ કરેલા બુકિંગ આજથી રદ કરાશે

ગો આઇબીબો તથા મેક માઇ ટ્રીપ દ્વારા કરાયેલા બુકિંગ રદ કરવા નિર્ણય

અમદાવાદ,તા.૧: ગો આઈબીબો તથા મેક માઈ ટ્રીપ દ્વારા  અમદાવાદની ૩૦૦ હોટલમાં કરવામા આવેલા ઓનલાઈન બુકિંગ આજથી રદ કરવાનો નિર્ણય  ગઈકાલે મળેલી હોટલ એસો.ની મિટિંગમાં લેવામા આવ્યો હતો. જેમા જણાવવામા આવ્યુ હતુ કે  કંપની એસોસિએશનની શરતો નહિ સ્વીકારે ત્યાં સુધી તેમના બુકિંગ રદ કરવામા આવશે.

આ અંગે ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરાં એસોસિએશનનાપ્રમુખ  નરેન્દ્ર સોમાણીએ જણાવ્યુ કે અમદાવાદ શહેરમાં બે હજાર હોટલમાં ૧૧ હજાર રૂમો  છે. તેમા ૫૦૦ રૂમનુ બુકિંગ થાય છે.જેમાં આ કંપનીનો ૩૫ થી ૪૦ ટકા ભાગ છે.અમદાવાદમાં હોટલ વ્યવસાયના ધંધામા ૫ થી ૬ હજાર કરોડનુ  ટર્ન ઓવર  છે. જેમાં જાણીતી હોટલો સિવાયની હોટલો સામલ થઈ છે. જોકે આ નિર્ણયથી ગ્રાહકને કોઈ મુશ્કેલી  નહિ પડે. પંરતુ આ વેબપોર્ટલના બુકિંગ બાઉન્સ કરવામા આવશે. આ કંપનીના રદ થયેલા વાઉચર લઈને  ગ્રાહક આવશે તો તેમને ભાડાથી રૂમ આપવામા આવશે. જોકે ઓયો રૂમ સાથે કેટલાંક મુદા પર મતભેદો છે. તેના પર હવે કાયર્વાહી કરવામા આવશે.એસો. ઓફ ઈન્ડિયન  હોટેલ્સ એન્ડ સર્વિસ એપાર્ટમેન્ટ. બેંગ્લોરના પ્રમુખ સૂર્યાહ પોક્કલી અને ઉપપ્રમુખ સુરેસ ટોટાએ જણાવ્યુ હતુ કે ગુજરાતના પગલે અમારા ત્યાં પણ આવી કાર્યવાહી કરવામા આવશે. આ ઉપરાંત અમે તમામ માળખાકીય  સુવિધાથી લઈને સર્વિસ તેમજ મેઈન્ટેનન્સ પાછળ ખર્ચ કરીએ છીએ. તેમ છતાં સમગ્ર આન્ડસ્ટ્રી ઓનલાઈન બુકિંગ કરતી વેબ પોર્ટલના નિયંત્રણમાં છે.(૯.૬)

 

(3:41 pm IST)