Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

અમદાવાદના રિવરફ્રન્ટ હાઉસના ગ્રાઉન્ડ ફ્લોર પર કાફેટેરિયા અને પાંચમા માળે રેસ્ટોરાં બનશે

અમદાવાદના રિવરફ્રન્ટ હાઉસના ગ્રાઉન્ડ ફ્લોર પર નજારો નિહાળતા નિહાળતા નાગરિકો ટેસ્ટી ફૂડનો આનંદ લઈ શકે તે દિશામાં કવાયત આરંભાઈ છે.

સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (એસઆરએફ ડીસીએલ) દ્વારા તાજેતરમાં ૪૮.૮૩ કરોડના ખર્ચે ભવ્ય રિવરફ્રન્ટ હાઉસ તૈયાર કરાયું છે.નહેરુબ્રિજ પાસેના વલ્લભસદનની પાછળ નવનિર્મિત રિવરફ્રન્ટ હાઉસમાં એસઆરએફ-ડીસીએલના ઉચ્ચ અધિકારીઓની ઓફિસ ધમધમતી થઈ છે.

આશરે ૧૯૦૦ સ્કવેર મીટર પ્લોટમાં બંધાયેલું રિવરફ્રન્ટ હાઉસ ગ્રાઉન્ડ ફ્લોર વત્તા પાંચ માળ ધરાવે છે, જેના બીજા માળે એસઆરએફ-ડીસીએલની ઓફિસ છે તો પહેલા, ત્રીજા અને ચોથા માળને અન્ય બિઝનેસ ઓફિસ માટે રખાયો છે, જ્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર એક્ઝિબિશન હોલ અને કાફેટેરિયા બનશે.

 રિવરફ્રન્ટના નયનરમ્ય વાતાવરણનો લહાવો લેવા તંત્ર દ્વારા પાંચમા માળે રેસ્ટોરાં બનાવાઈ છે,તેમાંય દિવાળી, ઉત્તરાયણ જેવા તહેવારોની ધમાલમાં વોક-વે, ફ્લાવર ગાર્ડન, બોટિંગ ઝીપ લાઈન, સાઈકલિંગ જેવી વિવિધ પ્રવૃત્તિઓની સાથે રેસ્ટોરાંમાં બેસીને ભોજન લેવાથી નાગરિકો માટે રિવરફ્રન્ટ હાઉસ પિકનિક પોઈન્ટ બની જશે, પરંતુ આગામી દિવસોમાં રિવરફ્રન્ટ હાઉસ પરની રેસ્ટોરાં અમદાવાદની આગામી ઓળખ બનશે તે બાબત ચોક્કસ છે

 તંત્ર દ્વારા ગ્રાઉન્ડ ફ્લોર પર કાફે અને પાંચમા માળે રેસ્ટોરાંનો કોન્ટ્રાક્ટ આપવાની કવાયત આરંભાઈ છે એટલે મોડામાં મોડું માર્ચ- ૨૦૧૯ સુધીમાં શહેરીજનોને રેસ્ટોરાંનો લાભ મળતો થઈ જશે.

(12:54 pm IST)