Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

અક્ષરધામ હુમલા કેસના આરોપી ફારૃક શેખને જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલાયો

ક્રાઇમ બ્રાંચે તેના વધુ રિમાન્ડની માગણી નહોતી કરી

અમદાવાદ :અક્ષરધામ હુમલા કેસના આરોપી ફારૃક શેખના વધારાના રિમાન્ડની માગણી ન કરાતા તેને જ્યુડિશીયલ કસ્ટડી એટલે કે જેલમાં મોકલવામાં આવ્યો છે. ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા તેને સ્પેશિયલ પોટા(પ્રિવેન્શન ઓફ ટેરરિઝમ એક્ટ) કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં ક્રાઇમ બ્રાંચે તેના વધુ રિમાન્ડની માગણી નહોતી કરી અને રજૂઆત કરી હતી કે જરૃરી પૂછપરછ પોલીસ કસ્ટડી દરમિયાન કરી લેવામાં આવી છે

   અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૦૨માં અક્ષરધામ હુમલા પછી આરોપી ફારૃક શેખ ફરાર હતો અને ૧૬ વર્ષ બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાંચે તેની ધરપકડડ કરી છે.ફારૃક શેખ સાઉદી અરેબિયામાં હતો અને તેના સંબંધીઓને મળવા અમદાવાદ આવ્યો ત્યારે તેને ઝડપવામાં આવ્યો છે.

(11:20 am IST)