Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

આગામી દિવસોમાં ઠંડી ભુક્કા બોલાવશે :નલિયા સૌથી ઠંડુ શહેર :11,8 ડિગ્રી :વલસાડ અને અમરેલીમાં 12,6 ડિગ્રી તાપમાન

અમદાવાદ ;રાજ્યમાં ડિસેમ્બરના પ્રારંભે ઠંડી પોતાનો પરચો દેખાડવા લાગી છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં ઠંડા પવનોના કારણે તાપમાનમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે હવામાન વિભાગે આગામી દિવસોમાં ગુજરાતમાં ઠંડીનુ તીવ્ર મોજુ ફરી વળે તેવી શક્યતા વ્યક્ત કરી છે. ઠંડીના કારણે લોકોની દિનચર્યામાં પણ ફેરફાર થયો છે. આજે ૧૧. ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા રાજ્યનુ સૌથી ઠંડુ શહેર રહ્યુ હતું. નલિયા ઉપરાંત વલસાડમાં ૧૨. ડિગ્રી અમરેલીમાં ૧૨. ડિગ્રી, ડીસામાં ૧૩. ડિગ્રી લઘુત્તમ તાપમાનનોંધાયું છે 

 

(11:19 pm IST)