Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

અરવલ્લી જિલ્લામાં ભાજપને આંચકો :માલપુર તાલુકા ભાજપના પૂર્વ જયમલ ખાંટ 50થી વધુ કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયા

અરવલ્લી ;અરવલ્લી જિલ્લાનાં ભાજપ તાલુકા પૂર્વ પ્રમુખ જયમલ ખાંટ કોગ્રેસમાં જોડાતા અરવલ્લી જિલ્લાનાં માલપુર ભાજપમાં ભૂકંપની સ્થિતિ સર્જાઈ છે. તાલુકા પૂર્વ પ્રમુખ 50થી વધુ કાર્યકરો સાથે કોગ્રેસમાં જોડાતા માલપુરનાં કોગ્રેસ પ્રમુખે ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું.

 આજે અરવલ્લી જિલ્લાની 32 બાયડ વિધાનસભા માટે કોંગ્રેસનાં ઉમેદવારનું માલપુર ખાતે કાર્યાલયનો શુભારંભ કરાયો હતો. જેમાં ભાજપનાં અરવલ્લી જિલ્લા સંગઠનનાં આગેવાન જયમલસિંહ ખાંટ સહીતનાં 50થી વધુ કાર્યકરોએ અરવલ્લી જિલ્લા કૉંગ્રેસ પ્રમુખનાં હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કરીને કોંગ્રેસમાં પ્રવેશ કરાયો હતો.

 

(11:19 pm IST)