Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

ચૂંટણી શાંતિપૂર્ણ પાર પાડવાની પ્રાથમિકતા :નવા ઇન્ચાર્જ ડીજીપી પ્રમોદકુમાર

બહારના રાજ્યોમાંથી આવતો દારૂનો જથ્થો બંધ કરાવવા પ્રયત્નો કરવા સુરક્ષા વ્યવસ્થા અને નાકાબંધી કરાશે

અમદાવાદ :રાજ્યના ઈન્ચાર્જ પોલીસવડા તરીકે નિમણૂંક પામનાર પ્રમોદકુમારે ચુંટણીને સૌથી મોટો પડકાર ગણાવી હતી અને તેને શાંતિપૂર્ણ રીતે પાર પાડવી પોતાની પ્રથમ પ્રાથમિક્તા હોવાનુ જણાવ્યુ હતું.

આજે રાજ્યના ડીજીપી તરીકે ચાર્જ સંભાળનાર પ્રમોદ કુમારે જણાવ્યુ હતું કે, અમે પ્રથમ તબક્કામાં ચુંટણીમાં રાજ્ય બહારથી આવતો દારુનો જથ્થો બંધ કરાવવાનો પ્રયત્ન કરીશું. માટે રાજ્યના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી અને નાકાબંધી કરાશે. તેમજ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને લોેકો નિર્ભય બનીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તેમના પર કોઈપણ પ્રકારનુ દબાણ થઈ શકે તેવો માહોલ અમે તૈયાર કરીશું.

કાર્યકારી ડીજીપીએ વધુમાં જણાવ્યુ હતું કે, ગુજરાતમાં પોલીસની ભૂમિકા પર કોઈ આંગળી ઉઠાવે તે માટે અન્ય રાજ્યોમાંથી પણ સુરક્ષાદળોને ગુજરાત બોલાવાયા છે. તેમજ અર્ધલશ્કરી દળોને પણ તૈનાત કરવામાં આવ્યા છે.

 

(11:18 pm IST)