Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

હાઈકોર્ટમાં પિટીશન ચાલુ હોવા છતાં મ્યુનિના ડે.કમિશનરોની મુદતમાં એક વર્ષ વધારો

૧૩મીએ જવાબ રજુ કરાય તે પહેલા નિર્ણય થતા વિવાદ

 અમદાવાદ, તા.૧, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમા રાજય સરકાર દ્વારા અધિકારીઓની નિમણૂંક કરવાના મામલે નામદાર ગુજરાત હાઈકોર્ટમા કરવામા આવેલી પીટીશન અને હાઈકોર્ટ દ્વારા આ સંદર્ભમા મ્યુનિસિપલ કમિશનર,મ્યુ.સેક્રેટરી સહિતના તમામ સંબંધિતોને નોટિસ આપી આ મામલે ૧૩ ડિસેમ્બરના રોજ વધુ સુનવણી રાખી હોવા છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજય સરકારમાંથી આવેલા અધિકારીઓની મુદતમા એક વર્ષ જેટલો વધારો કરવામા આવતાઆ મામલે વિવાદ વધુ વકર્યો છે.

આ અંગે મળતી માહિતી અનુસાર,રાજય સરકાર દ્વારા સાત જેટલા અધિકારીઓને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂંક આપી બીપીએમસી એકટ હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને અધિકારીઓની નિમણૂંક કરવા મામલે મળેલી સત્તાઓ આંચકી લેવાના મુદ્દે પૂર્વ વિપક્ષનેતા અને બહેરામપુરાના કોર્પોરેટર બદ્દરૂદીન શેખ દ્વારા ગુજરાત હાઈકોર્ટમા રીટ પીટીશન દાખલ કરવામા આવી છે.આ પીટીશનબાદ સરકાર તરફથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમા નિમણૂંક આપવામા આવેલા ્ધિકારીઓ કે જેમા એમ.એન.ગઢવી  અને કે.બી.ઠકકર કે જેમની મુદત ૩૧ ડિસેમ્બરના રોજ પુરી થઈ રહી છે.તેમા હાઈકોર્ટ તરફથી તમામ જવાબદાર અધિકારીઓને નોટિસ આપી ૧૩ ડિસેમ્બરના રોજ હાઈકોર્ટમા જવાબ રજુ કરવાના આપવામા આવેલા આદેશ પછી પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ અધિકારીઓની મુદતમા એક વર્ષનો વધારો કરવાનો નિર્ણય કરવામા આવતા અધિકારીઓની નિમણૂંકનો વિવાદ વધુ વકર્યો છે.

 

(10:09 pm IST)