Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

સીનીયર મોસ્‍ટ ને ચાર્જ સુપ્રત કરવાના ચુંટણીપંચના આદેશનો અમલ અંતે ગુજરાતના મુખ્‍ય પોલીસ વડાનો ચાર્જ પ્રમોદકુમારને સુપ્રત : સતાવાર હુકમ

રાજકોટ : ગઈકાલે વય મર્યાદાને કારણે નિવૃત થયેલા રાજયના ઈન્‍ચાર્જ પોલીસ વડા ગીતા જોહરીને અેક્ષટેન્‍શન બદલે અચાનક દોઢ કલાક અગાવ અપાયેલ નિવૃતી હુકમમા ચાર્જ કોને સુપ્રત કરવો તેનો ઉલ્‍લેખ ન હોવાથી વૈકલિપક વ્‍યવસ્‍થાના ભાગરૂપે તેમના સહયોગી અેવા પીલોસભવનમાં બેસતા રાજયના અેડમન વડા મોહન ઝાને ચાર્જ સુપ્રત કરી નિવૃતી વિદાયમાનની પાર્ટી વગર ઓફીસ છોડી ગયા હતા.

     ચુંટણી પંચે રાજયસરકાર દ્રારા જે પેનલ રજુ થઈ હતી તે પેનલના અનુસંધાને કેટલીક વિશેષ પૂરક વિગતો માગેલ જે રજૂ કરવામાં સમય જતાં અનેક વિધ અટકળો જાગી હતી.દરમ્‍યાન આજે ચૂંટણી પંચે કોઈ જાતના નામના ઉલ્‍લેખ વગર સીનીયર મોસ્‍ટ આઈપીઅેસ ને ચાર્જ સુપ્રત કરવા આદેશ કરેલ.રાજયસરકારે ચુંટણી પંચના આદેશ મુજબ રાજયના સીવીલ ડીફેન્‍સ અને હોમગાર્ડ વડા તરીકે ફરન બજાવતા ગુજરાતના ૧૯૮૩ બેચના સીનીયર મોસ્‍ટ પ્રમોદકુમારને ચાર્જ આપતો સતાવાર હુકમ કરતા તેઓઅે મોહન ઝા પાસેથી પોતાના હોદ્દાનો ચાર્જ સંભાળી લીધો હતો.

 

(8:57 pm IST)