Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

ભરૂચ : મતદારને ગુગલ મેપ સાથેની વોટર સ્લીપ

ચૂંટણી માટે ડીજીટલ ટેકનોલોજી

અમદાવાદ, તા.૧ : રાજય વિધાનસભાની સામાન્ય ચૂંટણીના પહેલા તબકકામા હાથ ધરવામા આવનારી ૮૯ બેઠકોની ચૂંટણી આડે હવે માંડ એક સપ્તાહ જેટલો સમય બાકી રહેવા પામ્યો છે ત્યારે ભરૂચ વિધાનસભા મત વિસ્તારમા આવતી વિધાનસભા બેઠકોના મતદારોને ગુગલ મેપ સાથેની વોટર સ્લીપ આપવાની કવાયત તંત્ર દ્વારા હાથ ધરવામા આવી છે.આ અંગે મળતી માહિતી અનુસાર,આગામી ૯ ડિસેમ્બરના રોજ રાજયમાં ૧૯ જિલ્લામા આવતી કુલ મળીને ૮૯ બેઠકો ઉપર મતદાન પ્રક્રીયા હાથ ધરવામા આવનાર છે.જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે.રાજયના દક્ષિણ ગુજરાતમા આવેલા ભરૂચ જિલ્લાની પણ પાંચ વિધાનસભા બેઠકો માટે ૯ ડિસેમ્બરના રોજ મતદાન પ્રક્રીયા હાથ ધરવામા આવનાર છે.ભરૂચ જિલ્લામા આવતી આ પાંચ બેઠકો માટે કુલ મળીને ૧૧,૨૯,૫૭૮ જેટલા મતદારો દ્વારા આગામી રવીવારના રોજ મતદાન કરવામા આવશે.ત્યારે જિલ્લાના ચૂંટણી અધિકારી દ્વારા મતદારોને તેમના મતદાન મથકને શોધવામા કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે એ હેતુથી ગુગલ મેપ સાથેની વોટર સ્લીપ આપવા માટેની કવાયત શરૂ કરી દેવામા આવી છે.

 

(8:41 pm IST)