Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 2.86 કરોડનો દારૂનો જથ્થો ઝડપાતા તપાસ શરૂ

ગાંધીનગર:જિલ્લામાં વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને પોલીસ દ્વારા દેશી વિદેશી દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે જિલ્લામાં આચારસંહિતા લાગુ થઈ ગયા બાદ અત્યાર સુધીમાં ર.૮૬ કરોડનો વિદેશી દારૃ અને ૪૮હજારનો દેશી દારૃ કબ્જે કરવામાં આવ્યો છે.

જિલ્લામાં ગત તા.રપ ઓકટોબરે ચૂંટણી જાહેર થતની સાથે જ આદર્શ આચારસંહિતા લાગુ કરીદેવામાં આવી હતી. જેના પગલે જિલ્લામાં દેશી વિદેશી દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવીને દારૃનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ત્યારે જિલ્લા પોલીસવડા વિરેન્દ્રસિંહ યાદવે જણાવ્યું હતું કે જિલ્લામાં આચાર સંહિતા લાગુ થયા બાદ પોલીસે  ,૮૬,૩૮,૯૨૮ રૃપિયાનો વિદેશી દારૃ અને બિયરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

તો ૪૮૯૪૦ રૃપિયાનો દેશી દારૃ  પણ પકડવામાં આવ્યો છે. હાલ જિલ્લામાં ૧પ જેટલા સ્થળોએ વાહન ચેકીંગ પોલીસ દ્વારા કરવામાં આવી રહયું છે અને વાહનોની ચકાસણી કરવામાં આવી રહી છે. તો અત્યાર સુધી જિલ્લામાં પરવાનેદાર ૮૩૭માંથી ૭૮૯ હથિયાર જમા લઈ લેવામાં આવ્યા છે.

 

(5:56 pm IST)